ફિલિપાઈન્સમાં બસ ખીણમાં ખાબકતાં 16 જણાનાં મોત

Spread the love

દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા, આઠ લોકોની હાલત ગંભીર છે અને ચારની હાલત સ્થિર

મનીલા

ફિલિપાઈન્સમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં યાત્રીઓથી ભરેલી એક બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 16 લોકોએ જીવ ગુમાવ્યા. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે ફિલિપાઈન્સમાં એક બસમાં ડઝનેક લોકો સવાર હતા. આ બસ એન્ટીક પ્રાંતમાં એક પર્વત પરથી બેકાબૂ થઈ ખીણમાં સરી ગઈ હતી. જેમાં ઓછામાં ઓછા 16 લોકોએ જીવ ગુમાવ્યો. 

ગવર્નર રોડોરા કેડિયાઓએ કહ્યું કે આ બસ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. આઠ લોકોની હાલત ગંભીર છે અને ચારની હાલત સ્થિર હોવાની માહિતી છે. તેમણે કહ્યું કે આ બસ ઈલોઈલો પ્રાંતથી એન્ટિકના કુલાસી શહેર જઈ રહી હતી. ત્યારે બ્રેક ફેલ થઈ જવાને કારણે આ બસ 30 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ બસમાં કુલ 53થી વધુ યાત્રીઓ સવાર હોવાની માહિતી છે. 

Total Visiters :81 Total: 987219

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *