બ્રાઝિલમાં ચેટજીપીટીદ્વારા 15 સેકન્ડમાં વોટર મીટર અંગેનો કાયદો તૈયાર કરાયો

Spread the love

ચેટબોટે લાંબા સમયથી પેન્ડીંગ કેસનો વ્યવહારુ ઉકેલ આપ્યો, આ બાદ એઆઈની ક્ષમતાથી સમગ્ર સિટી કાઉન્સિલ પ્રભાવિત થયું

બ્રાઝિલિયા

ચેટજીપીટીની શરૂઆત સાથે, વિશ્વભરમાં ખુબ જ ચર્ચાઓ થતી જોવા મળે છે. ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો. તેમજ લોકો તેમની નોકરી ગુમાવવાનો ડર અનુભવતા હતા. લોકો વિવિધ અનુમાનો કરવા લાગ્યા કે એક દિવસ દુનિયા પર મશીનોનું શાસન હશે અને માણસો મશીનો દ્વારા બનાવેલા કાયદા પ્રમાણે જીવશે.

જો કે, એઆઈએ તૈયાર કરેલા નિયમોને અમુક જગ્યાએ લાગૂ કરવાની શરૂઆત થવા લાગી છે. આવુ બ્રાઝિલના શહેર પોર્ટો એલેગ્રેમાં થયું છે. સિટી કાઉન્સિલના સભ્ય રામીરો રોઝારીઓએ ભવિષ્યમાં કાયદાકીય પ્રક્રિયામાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના ઉપયોગને સમર્થન આપ્યું છે. 

ઓપનએઆઈના ચેટબોટ ચેટજીપીટી અંગે આ વાત કરતા જણાવવામાં આવ્યું છે કે આ અપ્રોચ પછી, શાસનમાં એઆઈની ભૂમિકા બાબતે ચર્ચો શરુ થઇ છે. શું એઆઈ માટે મનુષ્યો માટે કાયદો બનાવવો શક્ય છે? એવા અનુમાન લગાવવામાં આવતા કે એક દિવસ મશીન માણસો માટે કાયદો બનાવશે. જે હવે હકીકતમાં પણ બની રહ્યું છે. પરંતુ હવે વાસ્તવમાં તે થઈ રહ્યું છે. 

ચેટજીપીટીદ્વારા માત્ર 15 સેકન્ડમાં વોટર મીટર અંગેનો કાયદો તૈયાર કરી દેવામાં આવ્યો છે. આથી એવું કહી શકાય કે ચેટબોટે લાંબા સમયથી પેન્ડીંગ કેસનો વ્યવહારુ ઉકેલ આપ્યો છે. આ બાદ એઆઈની ક્ષમતાથી સમગ્ર સિટી કાઉન્સિલ પ્રભાવિત થયું છે. 

એઆઈ દ્વારા બનાવવામાં આવેલો આ કાયદાનું પરિણામ એ આવ્યું કે આ મામલાનું લાંબા સમયથી પેન્ડીંગ કેસ પર આ કાયદો બનતા સિટી કાઉન્સિલે બિલ પાસ કરી દીધું. એઆઈ દ્વારા બનેલા કાયદામાં ચોરી થતા પાણીના બધા જ મીટરને રિપ્લેસ કરવા માટે 30 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સાથે જ ચોરી થવાના કારણે નવા મીટર લગાવવા બાબતે પ્રોપર્ટીના માલિકોને છૂટ આપવાનું પણ કહેવામાં આવ્યું છે.  

બિલ પાસ થયા બાદ આ મામલો સામે આવ્યો છે. જો કે, આ કેસથી એ પણ સ્પષ્ટ થાય છે કે જાહેર વહીવટમાં એઆઈનો ઉપયોગ સ્વીકારવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગને લઈને હંમેશા સવાલો ઉભા થયા છે. કોઈપણ વહીવટી નીતિમાં તેનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.

Total Visiters :135 Total: 1051506

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *