હોન્ડુરાસમાં પુલ પરથી બસ પટકાતાં 12 લોકોનાં મોત

Spread the love

બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ, ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પુલ પર ટકરાઈ હતી અને નદીમાં ખાબકી હતી, બસમાં 60 લોકો સવાર હતા


તેગુસીગાલ્પા(હોન્ડુરાસ)
આફ્રિકન દેશ હોન્ડુરાસમાં સર્જાયેલી એક બસ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને બીજા બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.આ દુર્ઘટના મંગળવારે પાંચ ડિસેમ્બરે સર્જાઈ હતી.
આ બસ હાઈવે પરથી પસાર થઈ રહી અને તે વખતે અચાનક જ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પુલ પર ટકરાઈ હતી અને નદીમાં ખાબકી હતી. બસમાં 60 લોકો સવાર હતા અને આ પૈકી 12 લોકોના મોત થયા હતા. જ્યારે બીજા 24 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની સાથે હેલિકોપ્ટરોની પણ મદદ લેવામાં આવી હતી.
હોન્ડુરાસના રાષ્ટ્રપતિ શિયોમારા કાસ્ત્રોએ આ દુર્ઘટના બાદ દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. સાથે સાથે કહ્યુ છે કે, સરકાર પીડિતોના અંતિમ સંસ્કારનો ખર્ચ ઉઠાવશે.
હોન્ડુરાસમાં બે મહિના પહેલા જ આ પ્રકારનો અકસ્માત સર્જાયો તો અને તેમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે બીજા 20 ઘાયલ થયા હતા.આ અકસ્માતમાં પણ બસ ખાઈમાં ખાબકી હતી.

Total Visiters :84 Total: 1041341

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *