જો કે બાદમાં તે અમેરિકન યુવકે પણ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી
નોર્થ કોરોલિન
અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતી પર ગોળીબારની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે વધુ એક ગુજરાતી પર ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી છે.
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મૂળ નવસારીના સોનવાડી ગામના યુવકની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી છે. 46 વર્ષીય સત્યેન નાયક નોર્થ કોરોલિનમાં મોટેલ ચલાવતા હતા ત્યા જ એક અમેરિકન શખ્સે ગોળી મારીને હત્યા કરી નાખી હતી, જો કે બાદમાં તે અમેરિકન યુવકે પણ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ આ ઘટનાને પગલે સત્યેક નાયકનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે. હાલ સત્યેક નાયકની હત્યા શા માટે કરવામાં આવી તેનું કારણ સામે આવ્યું નથી તેમજ આ હત્યાને પગલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથધરી છે.
Total Visiters :114 Total: 1344272