દિલ્લી એઆઈઆઈએમએસમાં રહસ્યમય ન્યુમોનિયાના 7 કેસથી ભયનો માહોલ

Spread the love

એઆઈઆઈએમએસ એ આ પ્રકારના દર્દીઓ પર રિસર્ચ કર્યું તો આ બીમારી સાથે સંકળાયેલા બેક્ટેરિયા માઈક્રોપ્લાઝ્મા ન્યૂમોનિયાની જાણકારી મળી

નવી દિલ્હી

કોરોના જેવા રોગને કારણે આખી દુનિયામાં મહામારી ફેલાવનારા ચીને ફરી એકવાર વિશ્વભરમાં વધુ એક રહસ્યમય બીમારી ફેલાવીને ફફડાટ ફેલાવ્યો છે. તાજેતરની ઘટના અનુસાર ચીનમાં ફેલાઈ રહેલા રહસ્યમય ન્યુમોનિયાના 7 કેસ હવે દિલ્હી એઆઈઆઈએમએસમાં નોંધાતા ભયનો માહોલ સર્જાયો છે. આ કેસ એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે નોંધાયા હોવાની માહિતી મળી છે. જ્યારે એઆઈઆઈએમએસ એ આ પ્રકારના દર્દીઓ પર રિસર્ચ કર્યું તો આ બીમારી સાથે સંકળાયેલા બેક્ટેરિયા માઈક્રોપ્લાઝ્મા ન્યૂમોનિયાની જાણકારી મળી આવી હતી. 

એક અહેવાલ અનુસાર કેસની જાણકારી સંક્રમણના શરૂઆતના તબક્કામાં કરાયેલા પીસીઆર રિપોર્ટના માધ્યમથી મેળવી લેવાઈ હતી અને છ કેસની જાણકારી આઈજીએમ એલિસા તપાસના માધ્યમથી મેળવવામાં આવી હતી. જે પછીના તબક્કામાં પણ કરી શકાઈ હોત. 

રિપોર્ટ અનુસાર પીસીઆર અને એલજીએમ એલિસા ટેસ્ટનો પોઝીટીવીટી રેટ 3 અને 16% હતો. તમને જણાવી દઈએ કે દિલ્હી એઈમ્સ માઈક્રોપ્લાઝ્મા ન્યુમોનિયાના પ્રસાર પર નજર રાખવા માટે વૈશ્વિક સંઘનો એક ભાગ છે. દિલ્હી એઆઈઆઈએમએસના માઇક્રોબાયોલોજી વિભાગના ભૂતપૂર્વ વડા અને કન્સોર્ટિયમના સભ્ય ડૉ. રામ ચૌધરીએ જણાવ્યું હતું કે M ન્યુમોનિયાને 15-20% કમ્યુનિટી ન્યૂમોનિયાનું કારણ માનવામાં આવે છે. ડો.ચૌધરીએ જણાવ્યું હતું કે આ વાયરસથી થતો ન્યુમોનિયા સામાન્ય રીતે હળવો હોય છે, તેથી તેને વૉકીંગ ન્યુમોનિયા પણ કહેવાય છે. પરંતુ તેના કેસ ગંભીર પણ હોઈ શકે છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે માઈક્રોપ્લાઝમા ન્યુમોનિયાની તપાસ માટે દેખરેખ વધારવાની જરૂર છે. હાલમાં માત્ર એઈમ્સ અને દિલ્હીના કેટલાક અન્ય કેન્દ્રો પર નજર રાખવામાં આવી રહી છે. લેન્સેટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જે દેશોમાં એમ. ન્યુમોનિયા ફરી ઉભરી આવ્યો છે ત્યાં કેસોની સંખ્યા લગભગ મહામારી પહેલાની સંખ્યા જેટલી છે.

Total Visiters :65 Total: 1344311

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *