રોહિત -કોહલી ટી 20 વર્લ્ડ કપની ટીમનો ભાગ હશે કે નહી તેના પર મોટો સવાલ છે
મુંબઈ
વર્લ્ડ કપ 2023માં મળેલી હાર પછી દિલ્હીમાં બીસીસીઆઈએ એક મીટિંગ રાખી હતી, જેમા કેપ્ટન રોહિત શર્મા, રાહુલ દ્રવિડ,જ્ય શાહ, અજીત અગરકર અને રાજીવ શુક્લા સામેલ હતા. લંડનમાં રજાઓ માણી રહેલા કેપ્ટન રોહિતે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા મીટિંગમાં ભાગ લીધો હતો. મીટિંગમાં એક વાત પર ચર્ચા થઈ હતી કે ટી20 વર્લ્ડ કપનો કેપ્ટન કોણ હશે.
રોહિત શર્મા અને પુરા દેશને વર્લ્ડ કપ 2023 જીતવાનું સ્વપ્ન અધુરુ રહી ગયું છે. જો કે ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન અને રોહિતની કેપ્ટનશીપ લાજવાબ રહી હતી, જેની દરેક બાજુ વખાણ થઈ રહ્યા હતા. એક દિવસીય ક્રિકેટ બાદ હવે ફોક્સ ટી 20 વર્લ્ડ કપ પર શિફ્ટ થઈ રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર આવતા વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપ રમાવાનો છે.
જો કે, રોહિત -કોહલી ટી 20 વર્લ્ડ કપની ટીમનો ભાગ હશે કે નહી તેના પર મોટો સવાલ છે. છેલ્લી કેટલીક ટી20 સીરીઝ બાદ આ દિગ્ગજ બેસ્ટમેનોને આરામ આપવામાં આવ્યો છે. આ દરમ્યાન રોહિતે બીસીસીઆઈના અધિકારીઓને મીટિંગમાં ટી-20 વર્લ્ડ કપમાં પોતાની કેપ્ટનશીપ વિશે સીધો સવાલ પુછી લીધો હતો.