સુરેન્દ્રનગર-ધાંગધ્રા નજીક ટ્રક સાથે કાર ટકરાતાં ચારનાં મોત

Spread the love

આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

અમદાવાદ

રાજ્યમાં હાઈવે પર થતાં અકસ્માતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના આજે અમદાવાદ કચ્છ હાઇવે પર બની છે જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ અકસ્માતની ઘટનાની વધુ વિગત મુજબ અમદાવાદ-કચ્છ હાઈવે પર સુરેન્દ્રનગરના ધાંગધ્રા બાયપાસ કુડા ચોકડી પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જઈને ટ્રક સાથે અથડાતા અકસ્માતની ઘટના બની હતી, જેમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં ગાડીમાં સવાર  લોકો હળવદ તાલુકા ગોલાસણ ગામના હોવાનું સામે આવ્યું છે તેઓ ધ્રાંગધ્રાથી પ્રસંગ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ અકસ્માતમની ઘટના બની હતી.  હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તમામ મૃતકોના નામ

કરસનભાઈ ભરતભાઈ, ઉ.વ. આશરે 23

કિરણભાઈ મનુભાઈ, ઉ.વ. આશરે 18

ઉમેશભાઈ જગદીશભાઈ, ઉ.વ. આશરે 15

કાનાભાઇ ભુપતભાઇ, ઉ.વ. આશરે 18

સારવાર હેઠળ લોકોના નામ  

અમીતભાઈ જગદીશભાઈ 

કાનાભાઈ રાયધનભાઈ સુરેલા

સુરેશભાઈ શંભુભાઈ ધામેચા

Total Visiters :72 Total: 1041149

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *