100 ટકા નફાની લાલચ આપતો રતન ટાટાનો ફેક વીડિયો સામે આવ્યો

Spread the love

વીડિયોમાં દેખાતી મહિલા પોતાને ટાટાની મેનેજર ગણાવી રહી છે, પરંતુ જ્યારે આ પોસ્ટ ટાટા ગ્રુપ સુધી પહોંચી તો કંપનીએ તેને નકલી જાહેર કરી

મુંબઈ

પીએમ મોદી અને અભિનેત્રી રશ્મિકા મંદાના બાદ હવે બિઝનેસ ટાયકુન રતન ટાટા પણ બન્યા ડીપફેકના શિકાર. હાલ તેમના નામનો  દુરુપયોગ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં તેની કંપનીમાં રોકાણ કરીને 100 ટકા નફો કમાવવાની લાલચ આપવામાં આવી છે. રતન ટાટાનો એક વીડિયો પણ છે જેમાં તે જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં દેખાતી મહિલા પોતાને ટાટાની મેનેજર ગણાવી રહી છે, પરંતુ જ્યારે આ પોસ્ટ ટાટા ગ્રુપ સુધી પહોંચી તો કંપનીએ તેને નકલી જાહેર કરી. લોકોને પણ આ પોસ્ટથી સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ પોસ્ટ સોના અગ્રવાલ નામક યુઝર દ્વારા અપલોડ કરવામાં આવી છે. જેમાં ટાટા કંપનીમાં રોકાણ કરવાની અપીલ કરવામાં આવે છે. આ વીડિયો બનાવવા માટે રતન ટાટાના ડીપફેક વીડિયો અને ઈન્ટરવ્યુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોના અગ્રવાલ પોતાને ટાટાની મેનેજર ગણાવી રહી છે. પોસ્ટમાં લખ્યું છે કે રતન ટાટા પાસે ભારતના લોકો માટે એક ભલામણ છે. તમારી પાસે આજે 100% ગેરંટી સાથે જોખમ રહિત તમારું રોકાણ વધારવાની તક છે. આ માટે હવે ચેનલ પર જાઓ. વીડિયોમાં લોકોના બેંક ખાતામાં પૈસા જમા કરાવવામાં આવતા નફાનો દાવો કરતા મેસેજ પણ બતાવવામાં આવ્યા છે. આ પોસ્ટ વાયરલ થઈ અને કંપનીના અધિકારીઓ સુધી પહોંચી.

આ પોસ્ટ 30 ઓકટોબરે પોસ્ટ કરવામાં આવી હતી. જેની રતન ટાટાએ પોસ્ટ, વીડીયો અને મેસેજ ને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરીને તેને ફેક ગણાવી હતી. આ સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે જો કોઈ રતન ટાટાના નામે કે ટાટા ગ્રુપ્સના નામે રોકાણ કરવાનું કહે, પૈસા માંગે કે પછી નફા અંગે લાલચ આપે છે તો સાવધાન રહેવું. તેના કારણે તમે સાઈબર ફ્રોડનો શિકાર પામ થઇ શકો છો. જેના કારણે આર્થિક નુકશાન પણ થઇ શકે છે. એવામાં કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા ઓફર અંગે તમામ જાણકારી મેળવી લેવી બાકી નુકશાન થઇ શકે છે. 

Total Visiters :145 Total: 1384232

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *