ગુજરાત જાયન્ટસે અનકેપ્ડ કાશવી ગૌતમને બે કરોડમાં ખરીદી

Spread the love

કાશવી ડબલ્યુપીએલ ઈતિહાસની સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની ગઈ


મુંબઈ
વર્ષ 2023માં બીસીસીઆઈ દ્વારા ડબલ્યુપીએલની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ ટુર્નામેન્ટના બીજા સિઝનની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. જેના માટે આજે મુંબઈમાં ડબલ્યુપીએલ ઓક્શન 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઓક્શનમાં કુલ 165 મહિલા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી રહી છે, જેમાં માત્ર 30 ખેલાડીઓની જ ખરીદી થવાની છે. આ 30 ખેલાડીઓમાંથી એક ખેલાડી કાશવી ગૌતમ છે. જેને ગુજરાત જાયન્ટ્સની ટીમમાં સામેલ કરવામાં આવી છે.
કાશવી ગૌતમ અનકેપ્ડ ખેલાડી છે. તેણે 24 મેચમાં 210 રન બનાવ્યા છે. તેની બેઝ પ્રાઈઝ 10 લાખ રૂપિયા હતી. કાશવીને પોતાની ટીમમાં સામેલ કરવા માટે તમામ ફ્રેન્ચાઈઝીઓએ બોલી લગાવી હતી. કાશવીને લઈને ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. તેની બોલી 2 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. આ પછી યુપીએ ઘણું વિચાર્યું. પરંતુ અંતે ગુજરાત જાયન્ટ્સ જીત્યું. ગુજરાતે તેને 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ સાથે કાશવી ડબલ્યુપીએલ ઈતિહાસની સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની ગઈ છે.
20 વર્ષીય કાશવીનું નામ વર્ષ 2020માં લાઇમલાઇટમાં આવ્યું હતું. ડોમેસ્ટિક ક્રિકેટમાં અંડર-19 વનડે ટુર્નામેન્ટની એક મેચમાં તેણે હેટ્રિક સાથે તમામ 10 વિકેટ પોતાના નામે કરી હતી. સિનિયર વિમેન્સ T20 ટ્રોફીમાં પણ કાશવીએ 7 મેચમાં 12 વિકેટ ઝડપી હતી. હાલમાં ઇન્ડિયા-A માટે રમતા કાશવીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઇંગ્લેન્ડ-A સામે 2 T20 મેચમાં 3 વિકેટ ઝડપી હતી.

Total Visiters :181 Total: 1051625

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *