ચોવિસ કલાકમાં ઈઝરાયેલના હુમલામાં 300 પેલેસ્ટિનિયનનાં મોત

Spread the love

ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે યુએનએસસીમાં યુએનના પ્રસ્તાવમાં નિરાશા સાંપડી હતી, અમેરિકાના વીટોને કારણે પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો


ગાઝા
ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલામાં 300 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. દરમિયાન, ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) માં યુએન દ્વારા લાવવામાં આવેલ પ્રસ્તાવે નિરાશા સાંપડી હતી. અમેરિકાના વીટોને કારણે પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો.
યુએન દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવમાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ અને તમામ બંધકોને બિનશરતી તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. 13 સભ્ય દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું. અમેરિકાએ વીટો કરી દીધો હતો જોકે બ્રિટન મતદાનથી દૂર રહ્યું હતું.
યુએનમાં અમેરિકાના રાજદૂત રોબર્ટ વૂડે યુદ્ધવિરામ પ્રસ્તાવને અસંતુલિત અને વાસ્તવિકતાની બહાર ગણાવ્યો હતો. દરખાસ્તને વીટો કર્યા પછી વુડે કહ્યું કે પ્રસ્તાવ પર મુસદ્દો તૈયાર કરવા અને મતદાનની પ્રક્રિયામાં ઉતાવળ કરવામાં આવી હતી અને તેમાં યોગ્ય પરામર્શનો અભાવ હતો. તેમણે કહ્યું કે કમનસીબે, અમારી લગભગ તમામ ભલામણોને અવગણવામાં આવી હતી. આ ઉતાવળની પ્રક્રિયાનું પરિણામ એ આવ્યું કે તે અસંતુલિત અને વાસ્તવિકતા સાથે તેને કંઈ લેવા દેવા નથી એવો થઈ ગયો હતો.

Total Visiters :86 Total: 1011642

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *