વર્લ્ડકપ બાદ બીસીસીઆઈની નેટવર્થ વધીને 18,760 કરોડ રૂપિયા પહોંચી ગઈ

Spread the love

બીસીસીઆઈની નેટવર્થ બીજા નંબર પર વિરાજમાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ કરતા 28 ગણી વધુ છે


નવી દિલ્હી
ભારતમાં લોકો માટે ક્રિકેટ એક ધર્મ સમાન છે, જેનું પ્રમાણ આ વખતે ભારતમાં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપ2023માં જોવા મળ્યું હતું. ભારતીય ટીમ ભલે વર્લ્ડકપની ટ્રોફી જીતી શકી ન હતી પરંતુ આઈસીસી અને બીસીસીઆઈએ વન-ડે વર્લ્ડ કપ2023થી ખુબ કમાણી કરી હતી. જુદા જુદા અહેવાલો મુજબ વન-ડે વર્લ્ડ કપ2023થી ભારતીય અર્થવ્યવસ્થાને આશરે 22,000 કરોડ રૂપિયાનો નફો થયો છે.
વર્ષ 2008માં આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારથી બીસીસીઆઈની બેલેન્સ શીટ સતત વધી રહી છે. હાલમાં મળેલા અહેવાલો મુજબ બીસીસીઆઈની નેટવર્થ વધીને 18,760 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. બીસીસીઆઈની નેટવર્થ બીજા નંબર પર વિરાજમાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ કરતા 28 ગણા વધુ છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડની નેટવર્થ 658 કરોડ રૂપિયા છે. આ તફાવત એ સમજાવવા માટે પૂરતો છે કે સમગ્ર ક્રિકેટ જગતમાં બીસીસીઆઈનું આટલું વર્ચસ્વ કેમ છે. આ વર્ષે નવેમ્બરમાં ભારતીય ક્રિકેટ બોર્ડે તેની સંપત્તિ 2.25 અબજ રૂપિયા દર્શાવી હતી.
એક અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડની નેટવર્થ 78 મિલિયન ડોલર (658 કરોડ રૂપિયા) છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની કમાણીમાં સૌથી મોટું યોગદાન બિગ બેશ લીગનું છે. બિગ બેશ લીગ (બીબીએલ) દુનિયાની જાણીતી લીગ ટુર્નામેન્ટમાંની એક છે. જયારે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ની નેટવર્થ 59 મિલિયન ડોલર છે. તે આ લીસ્ટમાં ત્રીજા નંબરે છે.

Total Visiters :110 Total: 1344127

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *