પંજાબના પઠાણકોટમાં સની દેઓલ મિસિંગના પોસ્ટર લાગ્યા

Spread the love

સની દેઓલ સાંસદ બની ગયા ત્યારથી બીજી વખત બંને જિલ્લામાં એક વાર નજર નથી આવ્યા અને તેમણે તેમણે વિકાસનું કોઈ કામ પણ નથી કરાવ્યું


પઠાણકોટ
બોલીવુડ અભિનેતા સની દેઓલની દમદાર એક્ટિંગના કારણે તેના કરોડો ચાહકો છે. પરંતુ પંજાબમાં ફરી એક વખત તેમના મિસિંગ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં સની દેઓલને શોધી લાવનાર માટે 50 હજારનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે. જોકે, આ પહેલી વખત નથી કે, સની દેઓલના મિસિંગ પોસ્ટર લગાવવામાં આવ્યા હોય. સની દેઓલ ગુરદાસપુર-પઠાણકોટ લોકસભા બેઠક પરથી બીજેપી સાંસદ છે. લોકોનું કહેવું છે કે, જ્યારથી સની દેઓલ સાંસદ બની ગયા ત્યારથી બીજી વખત બંને જિલ્લામાં એક વાર નજર નથી આવ્યા અને તેમણે તેમણે વિકાસનું કોઈ કામ પણ નથી કરાવ્યું.
પઠાણકોટ જિલ્લાના હલકા ભોઆના લોકોએ સરના બસ સ્ટેન્ડ પર સની દેઓલના મિસિંગ પોસ્ટર લગાવીને રોષ ઠાલવ્યો છે. પઠાણકોટ જિલ્લામાં આ પહેલા વાર નથી કે જ્યારે સની દેઓલના મિસિંગ પોસ્ટર લગાવવામાં આવ્યા હોય. આ અગાઉ પણ જિલ્લાના હલ્કા પઠાણકોટ અને સુજાનપુરમાં સની દેઓલના મિસિંગ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં બીજેપી સાંસદે લોકોની પીડા જાણવાનો પ્રયત્ન ન કર્યો. તેઓ પોતાના લોકસભા ક્ષેત્રમાં ક્યારેય ન આવ્યા. જેના કારણે રવિવારે પઠાણકોટ લોકસભા ક્ષેત્રમાં ફરી લોકોનો ગુસ્સો જોવા મળ્યો. વિરોધ કરી રહેલા લોકોએ બસમાં યાત્રા કરી રહેલા લોકોને પોસ્ટર વહેંચ્યા અને બસોમાં પણ આ પોસ્ટર લગાવ્યા જેથી તેમના સાંસદ સુધી તેમની વાત પહોંચે.
વિરોધ કરી રહેલા લોકોનો આરોપ છે કે, સની દેઓલ સાંસદ બન્યા બાદ ક્યારેય પોતાના લોકસભા ક્ષેત્રમાં નથી આવ્યા અને તેમણે ક્ષેત્રમાં વિકાસનું કોઈ કામ પણ નથી કરાવ્યું. લોકોનું કહેવું છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી આવા લોકોને ટિકિટ ન આપે. તેમણે સની દેઓલ પર લોકોને મૂર્ખ બનાવીને જીત હાંસલ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ વિરોધીઓએ કહ્યું કે જે કોઈ બીજેપી સાંસદ સની દેઓલને શોધીને લાવશે 50,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

Total Visiters :75 Total: 1045161

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *