લાલ સાગર-ઈઝરાયેલ-હમાસ યુધ્ધનું નવું મેદાન

Spread the love

અમેરિકા બાદ ફ્રાન્સના યુદ્ધજહાજ પર હુમલાની ઘટના સામે આવી


જેરૂસલેમ
ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધને બે મહિના વીતી ગયા છે. બંને વચ્ચે હજુ પણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. જોકે આ દરમિયાન એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે યુદ્ધવિરામની સ્થિતિ આવી હતી અને એ સમય પણ વીતી ગયો અને ફરી ભીષણ યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે.
આ દરમિયાન બંને વચ્ચે લાલ સાગર નવું યુદ્ધનું મેદાન બની ગયું છે. અહીં અમેરિકા બાદ ફ્રાન્સના યુદ્ધજહાજ પર હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલા પાછળ યમનનો હાથ હોવાનો આરોપ લાગ્યો છે. યમનના બે ડ્રોન દ્વારા ફ્રાન્સના યુદ્ધજહાજને નિશાન બનાવવામાં આવ્યો હતો. જોકે આ ડ્રોન નષ્ટ કરી દેવાયાની માહિતી છે. ફ્રાન્સના સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી હતી.
યમનમાં ઈરાન સમર્થિત હૌથી બળવાખોરોએ લાલ સાગરમાં અવર જવર કરતાં જહાજોને નિશાન બનાવવાના સોગંદ લીધા છે. હૌથી ઈઝરાયલના કટ્ટર દુશ્મન છે. તેમણે 7 ઓક્ટોબરે હમાસના આતંકીઓ દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા બાદથી સમુદ્રમાં એક પછી એક હુમલાઓને અંજામ આપ્યો છે જેનાથી એક સૌથી ઘાતક યુદ્ધની શરૂઆત થઈ છે. અગાઉ અમેરિકી જહાજોને પણ નિશાન બનાવતાં ડ્રોન હુમલા કરાયા હતા.

Total Visiters :85 Total: 1045108

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *