સ્વિફ્ટ કાર અચાનક જ જંગલી પશુ વચ્ચે આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં પડતા દુર્ઘટના બની
પાટણ
રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે આજે ફરી એકવાર પાટણ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ અકસ્માતની પ્રાથમિક વિગત મુજબ પાટણ જિલ્લાના સાંતલપુરના ફાંગલીથી ચારણકા રોડ પર સ્વિફ્ટ કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જ જંગલી પશુ વચ્ચે આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં પડતા ડૂબી જવાથી કારમાં સવાર એક જ પરિવારના 7 લોકોમાંથી ચાર લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Total Visiters :132 Total: 1366791