રિન્કુસિંહએ સિક્સ ફકારતાં મીડિયા બોક્સનાં કાંચ તૂટી ગયા

Spread the love

રિંકુ સિંહે 30 બોલમાં પોતાની પ્રથમ ટી20આઈ ફિફ્ટી ફટકારી

પોર્ટ એલિઝાબેથ

ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટી20આઈ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી. બીજી ટી20આઈ ગઈકાલે પોર્ટ એલિઝાબેથમાં રમાઈ હતી. આ મેચમાં રિંકુ સિંહે તાબડતોડ બેટિંગ કરી હતી. રિંકુ સિંહે 30 બોલમાં પોતાની પ્રથમ ટી20આઈ ફિફ્ટી ફટકારી હતી. આ દરમિયાન રિંકુના એક છગ્ગાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટી20આઈ મેચ દરમિયાન રિંકુ સિંહે તાબડતોડ બેટિંગ કરતા સમયે એવો લાંબો છગ્ગો માર્યો જેણે મીડિયા બોક્સનો કાંચ તોડી નાખ્યો હતો. આ છગ્ગો જોઈ ક્રિકેટ ચાહકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. રિંકુએ આ છગ્ગો 19 ઓવર ફેંકવા આવેલા સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમની ઓવરની પાંચમી બોલ પર ફટકાર્યો હતો.

ભારત અને સાઉથ આફિકા વચ્ચેની બીજી ટી20આઈ મેચ 19.3 ઓવર બાદ વરસાદના કારણે રોકાઈ ગઈ હતી. તે સમયે ભારતનો સ્કોર 7 વિકેટના નુકસાને 180 રન હતો. રિંકુ સિંહ મેચ બાધિત થઇ ત્યારે 68 રનના સ્કોર પર નોટઆઉટ હતો. જો કે સાઉથ આફ્રિકાને ડીએલએસ પદ્ધતિ મુજબ જીતવા માટે 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને સાઉથ આફ્રિકાની ટીમે 7 બોલ બાકી રહેલા હાંસલ કરી લીધો હતો.

Total Visiters :104 Total: 1010376

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *