કોલકાતાના સુકાની તરીકે શ્રેયસ ઐયર, પસુકાની તરીકે નીતિશ રાણાની વરણી

Spread the love

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આઈપીએલ 2023માં પોઈન્ટ્સ ટેબલ પર સાતમાં નંબરે રહી હતી, તેણે 14 મેચમાંથી માત્ર 4 મેચ જ જીતી હતી


કોલકાતા
આઈપીએલ 2024ની જોરશોરથી તૈયારીઓ શરૂ ગઈ છે, જેમાં કોલકતા નાઈટ રાઈડર્સે ફરી એક વખત શ્રેયસ ઐય્યરના હાથમાં કપ્તાની સોંપી છે. જ્યારે ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે નીતીશ રાણાને બનાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે છેલ્લી કેટલીક આઈપીએલમાં નીતીશ રાણાએ કેપ્ટનશીપ કરી હતી. બીજી બાજુ ગૌતમ ગંભીર હાલમાં જ કોલકતા ટીમના મેન્ટર તરીકે જોડાયા છે.
કેકેઆરના સીઈઓએ કહ્યું ગત આઈપીએલમાં શ્રેયસ ચોટિલ હોવાના કારણે રમી શક્યો ન હતો તે અમારા માટે દુર્ભાગ્યપૂર્ણ હતું. પરંતુ જે રીતે આ ઈજામાંથી બહાર આવીને શ્રેયસે પોતાનું ફોર્મ દેખાડ્યું છે તે જ તેની કાબિલેયત દર્શાવે છે.
તેમણે કહ્યું અમે એ નીતીશનો પણ આભાર માનીએ છીએ કે ગત આઈપીએલમાં શ્રેયસની જગ્યા લેવા માટે સહમત થયો અને તેણે શાનદાર પ્રદર્શન પણ કર્યુ. વાઈસ કેપ્ટનના રોલમાં નીતીશ શ્રેયસને સમર્થન કરવાના તમામ સંભવ પ્રયાસ કરશે.
બીજી બાજુ શ્રેયસ ઐય્યરે પોતાના કેપ્ટન બનવા પર કહ્યું કે ગઈ સીઝનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જેમાં ઈજા પણ એક મોટું કારણ હતું. શ્રેયસે નીતીશની કૅપ્ટનશીપ પર વાત કરતા કહ્યું કે તેણે મારા કરતા પણ સારું કામ કર્યુ. મને ખુશી છે કે કેકેઆર તેને વાઈસ કેપ્ટન બનાવ્યો. તેમાં કોઈ શંકા નથી કે આ કારણથી હવે ટીમની લીડરશીપ વધુ મજબૂત થશે.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આઈપીએલ 2023માં પોઈન્ટ્સ ટેબલ પર સાતમાં નંબરે રહી હતી. તેણે 14 મેચમાંથી માત્ર 4 મેચ જ જીતી હતી. કેકેઆરને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ માટે સૌથી વધુ રન રિંકુ સિંહે બનાવ્યા હતા. રિંકુએ 14 મેચમાં 474 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ફિફ્ટી પણ ફટકારી હતી.

Total Visiters :93 Total: 1041258

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *