જમ્મુ-કાશ્મીરમાં શિખ રીતિ રિવાજથી થતાં લગ્નોને વૈધાનિક માન્યતા

Spread the love

આ સાથે શિખ સમાજે વર્ષોથી આ સંબંધે કરેલ માન્યતાને હિન્દી વિવાહ- અધિનિયમ નીચે ન લાવવાની માગણી પરિપૂર્ણ થાય છે

જમ્મુ, નવી દિલ્હી  

જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા આનંદ-વિવાહ અધિનિયમ નીચે રજિસ્ટ્રેશન કરવાનો વિસીત નિયમ અમલી કરાયો છે. જે પ્રમાણે શિખ રીતિ રિવાજ દ્વારા થતાં લગ્નોને હવે વૈધાનિક માન્યતા આપવામાં આવી છે. આ સાથે શિખ સમાજે વર્ષોથી આ સંબંધે કરેલ માન્યતાને હિન્દી વિવાહ- અધિનિયમ નીચે ન લાવવાની માગણી પરિપૂર્ણ થાય છે. 

એક સરકારી સત્તાવાર જાહેરાત પ્રમાણે, આનંદ-કારજ નાં રજિસ્ટ્રેશન માટે જમ્મુ અને કાશ્મીર આનંદ-વિવાહ પંજીકરણ નિયમ-૨૦૨૩ તૈયાર કરાયો છે. જે નીચે સંબંધિત તહેસીલદાર (મામલતદાર) પોતાનાં અધિકાર ક્ષેત્રમાં આ પ્રકારનાં લગ્નો રજિસ્ટર કરી શકશે.૩૦ નવેમ્બરે જ આ અધિનિયમ સંસદના કાનુન ન્યાય અને સસંદીય વિભાગે પ્રસિદ્ધ કરેલા અધિસૂચનમાં જણાવવામાં આવ્યું છે કે, શિખ યુગલે લગ્ન પછી ૩ મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવી લેવું પડે, જો તેથી વધુ સમય લાગે તો વિલંબ શુલ્ક ભરવું પડશે.

જમ્મુના જિલ્લા ગુરુદ્વારા પ્રબંધક સમિતિના ઉપાધ્યક્ષ બલવિંદર સિંહે કહ્યું હતું કે, એ સંબંધે અમારી ઘણા લાંબા સમયથી માગણી હતી, તે સ્વીકારવા માટે અમે ઉપ રાજ્યપાલના આભારી છીએ. https://96a97e370d8580723dbe089618a1a055.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html

Total Visiters :114 Total: 1366346

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *