પાંચ વર્ષમાં બે લાખથી વધુ ભારતીયોએ યુએસમાં ઘૂસખોરીનો પ્રયાસ કર્યો

Spread the love

અમેરિકી અધિકારીઓ તરફથી શેર કરાયેલા રિપોર્ટ અનુસાર ગેરકાયદે ભારતય પ્રવાસીઓની કુલ સંખ્યા 200,760 છે

નવી દિલ્હી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા ભારતીયોની ચોંકાવનારી સંખ્યા જાહેર કરી છે. આ આંકડા અનુસાર છેલ્લા પાંચ વર્ષોમાં બે લાખથી વધુ ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે લગભગ એક લાખ લોકો એવા હતા જેમણે તો ગત વર્ષે જ આ પ્રયાસ કર્યો હતો. 

સંસદમાં પૂછાયેલા એક સવાલના જાવબમાં વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને કહ્યું કે અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી તરફથી શેર કરાયેલી માહિતી અનુસાર 2018-19 માં 8027, 2019-20 માં 1227, 2020-21 માં 30,662, 2021-22 માં આ સંખ્યા 63,927 હતી. જોકે 2022-23 માં 96,917 કેસ સામે આવ્યા હતા. અમેરિકી અધિકારીઓ તરફથી શેર કરાયેલા રિપોર્ટ અનુસાર ગેરકાયદે ભારતય પ્રવાસીઓની કુલ સંખ્યા 200,760 છે.  કાર્યવાહી દરમિયાન વિદેશ મંત્રાલયે કહ્યું કે વિદેશમાં રોજગારની શોધખોળ કરનારા ભારતીયોએ સાવચેત રહેવાની જરૂર છે અને નોકરીના ફેક પ્રસ્તાવના જાળમાં ફસાવું ન જોઈએ. મંત્રાલયે રોજગાર શોધી રહેલા લોકોને રજિસ્ટર્ડ ભરતી એજન્ટની સુરક્ષિત અને કાનૂની સેવાઓનો ઉપયોગ કરવાનો પણ આગ્રહ કર્યો હતો.

Total Visiters :71 Total: 1010235

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *