હવે બીજા કોઈ પ્લેયર 7 નંબરની જર્સીમાં જોવા મળશે નહીં
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પૂર્વ ભારતીય સફળ કેપ્ટન ધોનીના સ્નમાનમાં તેની 7 નંબરની જર્સીને રિટાર્યડ કરવાનો નિર્ણય કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર સચિનની જર્સીને રિટાર્યડ કરી હતી.
બીસીસીઆઈએ ભારતીના પૂર્વ સફળ કેપ્ટન એમએસ ધોનીને વધુ એક સન્માન આપતા મોટો નિર્ણય કર્યો છે જેમાં બોર્ડ હેવે તેની 7 નંબરની જર્સીને રિટાર્યડ કરી દીધી છે. હવે બીજા કોઈ પ્લેયર 7 નંબરની જર્સીમાં જોવા મળશે નહીં. ધોનીના ભારતીય ક્રિકેટ ટીમ માટે મહાન કાર્યને ધ્યાનમાં રાખી બોર્ડે આ નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે માત્ર ધોનીની કેપ્ટનશીપ હેઠળ જ ત્રણ આઈસીસી ટ્રોફી જીતી છે જેમાં 2007 ટી20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે અનેક સીરિઝ પણ જીતી હતી.
ભારતીય ક્રિકેટમાં રિટાર્યડ થનારી આ બીજી જર્સી છે, કારણ કે અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની 10 નંબરની જર્સીને પણ રિટાર્યડ કરવાનો નિર્ણય લીધો હતો. બીસીસીઆઈએ તમામ ખેલાડીઓને જાણ કરી છે કે હવે 7 અને 10 નંબરની જર્સી હવે ઉપલબ્ધ રહેશે નહીં. આ ઉપરાંત અધિકારીએ કહ્યું હતું કે નિયમિત ભારતીય ખેલાડીઓ માટે લગભગ 60 નંબર નક્કી કરવામાં આવ્યા છે. જો કોઈ ખેલાડી એક વર્ષ માટે ટીમની બહાર રહે છે તો પણ તેનો નંબર અન્ય કોઈ ખેલાડીને આપવામાં આવતો નથી. ડેબ્યૂ ખેલાડીઓ પાસે પસંદગી માટે 30 નંબરો છે.