વારાણસીની એમપી એમએલએ કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો

Spread the love

મુખ્તાર અંસારીએ પૈસા માટે નંદ કિશોર રૂંગટાનું અપહરણ ખંડણી વસૂલવામાં આવી હોવા છતાં નંદ કિશોર રૂંગટાની હત્યા કરી દેવામાં આવી હોવાનો આરોપ


વારાણસી
માફિયા ડોન મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી રહી છે. વારાણસીની એમપી એમએલએ કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે. ધમકી આપવા મામલે એડિશનલ સિવિલ જજ સિનિયર ડિવિઝન (પ્રથમ) અને એમપી-એમએલએએ કોર્ટના પીઠાસીન અધિકારી ઉજ્જવલ ઉપાધ્યાયે આજે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે. મામલો કોલસાના વેપારી મહાવીર રૂંગટાને ધમકી આપવાનો છે. મહાવી રૂંગટા કોલસાના વેપારી નંદ કિશોર રૂંગટાના ભાઈ છે. નંદ કિશોર રૂંગટાની હત્યા કરી દેવામાં આવી હતી. આરોપ છે કે, મુખ્તાર અંસારીએ પૈસા માટે નંદ કિશોર રૂંગટાનું અપહરણ કરાવ્યુ હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે ખંડણી વસૂલવામાં આવી હોવા છતાં નંદ કિશોર રૂંગટાની હત્યા કરી દેવામાં આવી હતી.
વારાણસીના ભેલુપુર પોલીસ સ્ટેશનમાં મહાવીર રૂંગટાએ કેસ દાખલ કર્યો હતો. હવે કોર્ટે મહાવીર રૂંગટાને ધમકી આપવાના કેસમાં મુખ્તાર અંસારીને દોષી ઠેરવી સજાનું એલાન કર્યું છે. કોર્ટે મુખ્તાર અંસારીને સાડા પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે મુખ્તાર અંસારીને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
આ અગાઉ વારાણસીની કોર્ટ આ જ વર્ષે મુખ્તાર અંસારીને ચર્ચિત અવધેશ રાય હત્યાકાંડમાં આજીવન કારાવાસની સજા સંભળાવી ચૂંકી છે.
ગત 5 જૂનના રોજ વિશેષ ન્યાયાધીશ અવનીશ ગૌતમે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને દોષી ઠેરવતા આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. કોર્ટે એક લાખ વીસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટનો આ નિર્ણય 32 વર્ષ બાદ આવ્યો હતો.

Total Visiters :110 Total: 1343964

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *