ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડના ખાતામાં નોમીની માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ

Spread the love

જેતે ખાતામાં આ તારીખ પહેલા નોમીની એડ નથી કરાતા તો એ ખાતું ફ્રીઝ કરવામાં આવશે


નવી દિલ્હી
આ વર્ષની સાથે આ વર્ષમાં કામ કરવાની ડેડલાઈન પણ પૂરી થવા જઈ રહી છે. જો તમારા મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતામાં નોમીની એડ કરેલા નથી તો આ કામ આ વર્ષ પૂરું થતા પહેલા જ કરવું જરૂરી છે. સેબી દ્વારા ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડના ખાતામાં નોમીની એક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2023 નક્કી કરવામાં આવી છે. જો તમે તમારા ખાતામાં આ તારીખ પહેલા નોમીની એડ નથી કરતા તો તમારું ખાતું ફ્રીઝ કરવામાં આવશે. જે નોમીની એડ કર્યા પછી જ તે ફરી શરુ થશે. જો તમે આ સમસ્યાનો સામનો કરવા નથી ઈચ્છતા તો આજે જ આ કામ પૂરું કરો.
જો નોમીનીની ગેરહાજરીમાં જો ખાતાધારક મૃત્યુ પામે છે, તો આવી સ્થિતિમાં ખાતામાં જમા કરાયેલા નાણાંનો દાવો કરવાની પ્રક્રિયા ખૂબ લાંબી અને મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ખાતાધારકના તમામ કાનૂની વારસદાર તે નાણા માટે દાવો કરવો પડે છે. આથી જો નોમીની એડ કાર્ય પછી જો ખાતાધારકનું મૃત્યુ થાય છે , તો એ નોમીનીને જ ખાતાની બધી રકમ સરળતાથી મળી રહે છે.
ડીમેટમાં નોમીની કઈ રીતે એડ કરવા?

 • નોમીની એડ કરવા માટે NSDL portal પર વિઝીટ કરવાનું રહેશે
 • જેમાં હોમ પેજ પર Nominate Online વિકલ્પ પસંદ કરો
 • ત્યારબાદ તમારે ડીપી આઈડી, ક્લાયન્ટ આઈડી, પાન નંબર અને OTP લખવાના રહેશે
 • ત્યારબાદ તમારે I wish to Nominate વિકલ્પ પસંદ કરવાનો રહેશે
 • નોમીનીની તમામ વિગતો જેમ કે નામ, ઉંમર વગેરે ઉમેરવાની રહેશે
 • ડીમેટ ખાતામાં ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ ત્રણ નોમીનીનું નામ ઉમેરી શકાય છે
 • તમારે એ પણ એડ કરવું પડશે કે તમે તમામ નોમીનીને કેટલી રકમ આપવા માંગો છો
 • ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જે OTP આવે છે તે લખવાનો રહેશે
 • OTP એડ કર્યા બાદ નોમિનેશન પ્રક્રિયા પૂરી થશે
  મ્યુચ્યુઅલ ફંડમાં નોમીની કઈ રીતે એડ કરવા?
  મ્યુચ્યુઅલ ફંડમાં નોમીની ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે એડ કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડની ઓફિસીયલ સાઈટ પર જઈને નોમીની એડ કરી શકાય છે. તેમજ ઓફલાઈન મોડથી મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કર્યું છે તેઓ RTA (Registrar and Transfer Agent) ફોર્મ ભરીને નોમીનેશનની પ્રક્રિયા પૂરી કરી શકે છે.
Total Visiters :88 Total: 1051699

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *