નૌસેનાએ અરબ સાગરમાં જહાજને હાઈજેક કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

Spread the love

છ અજ્ઞાત લોકોએ 18 લોકો સાથેના માલ્ટાનો ધ્વજ લગાવેલા માલવાહક જહાજ પર કબ્જો કર્યો હતો, હાલ નેવી આ જહાજ પર સતત નજર રાખી રહ્યું છે


નવી દિલ્હી
ભારતીય નેવીએ અરબ સાગરમાં એક માલવાહક જહાજને હાઈજેક કરવાના પ્રયાસને નિષ્ફળ કરી દીધો છે. હાલ નેવી આ જહાજ પર સતત નજર રાખી રહ્યું છે.
ભારતીય નેવીએ અરબ સાગરમાં એક મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં નેવીને છ અજ્ઞાત લોકોએ 18 લોકો સાથેના માલ્ટાનો ધ્વજ લગાવેલા માલવાહક જહાજ પર કબ્જો કર્યાની જાણ થતા જ તંરત જ બચાવ અભિયાન શરુ કર્યું હતું. ભારતીય નૌસેનાએ કહ્યું કે માલ્ટા કાર્ગો જહાજ પર 18 ક્રૂ મેમ્બર તૈનાત છે. ક્રૂ મેમ્બરોએ 14 ડિસેમ્બર 2023ના રોજ યુકેએમટીઓ પોર્ટલ પર એક સંદેશ મોકલ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે છ અજાણ્યા લોકો જહાજની નજીક આવી રહ્યા છે. આ માહિતી પર તરત જ કાર્યવાહી કરતા નૌકાદળે માલ્ટા જહાજની મદદ માટે તેનું સર્વેલન્સ એરક્રાફ્ટ મોકલ્યું હતું.
એરક્રાફ્ટ દ્વારા માલ્ટા ધ્વજવાળા જહાજ એમવી રુએનને લૂટારાઓથી બચાવી લેવામાં આવ્યુ છે અને હાલ નેવી દ્વારા જહાજની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલમાં આ જહાજ સોમાલિયાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ માલવાહક જહાજ એમવી રુએન સોમાલીયા તરફ જઈ રહ્યું હતું ત્યારે ગુરુવારે તેના પર હુમલો થયો હતો. સોમાલીયાના ચાંચિયાઓ દ્વારા 2017 બાદ જહાજ પર કબ્જો કરવાની ઘટનામાં આ સૌથી મોટી ઘટના છે. ઘણા દેશો દ્વારા આ ચાંચિયાગીરી પર કાર્યવાહી કરવામાં આવતા હિંદ મહાસાગર અને અદનની ખાડીમાં આવી ઘટનાઓ પર થતા અટકાવી છે.

Total Visiters :73 Total: 1041266

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *