સીએસકેએ રોહિતના માનમાં વીડિયો શેર કરી સન્માન આપ્યું

Spread the love

વીડિયોમાં વર્ષ 2013થી લઈને વર્ષ 2023 સુધી રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોનીની તસવીરો બતાવવામાં આવી છે


મુંબઈ
મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માએ અચાનક હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવીને સૌને ચોંકાવી દીધા છે. રોહિત આઈપીએલના સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. રોહિતે આઈપીએલમાં સૌથી પહેલા 5 વખત ટાઈટલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે રોહિતને કેપ્ટનશીપમાંથી હટાવ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટનના સન્માનમાં એક ખાસ વીડિયો શેર કર્યો છે.
ચેન્નઈની ટીમે રોહિત પ્રત્યે સન્માન વ્યક્ત કરતા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વર્ષ 2013થી લઈને વર્ષ 2023 સુધી રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોનીની તસવીરો બતાવવામાં આવી છે. વીડિયોમાં સામેલ તસવીરો ટોસના સમયની છે, જ્યારે બંને કેપ્ટન મેચ પહેલા ટોસ માટે જતા હતા.
મુંબઈ ઈન્ડિયન્સમાં ફરી જોડાતા પહેલા હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળી રહ્યો હતો. પરંતુ અચાનક તે ગુજરાત ટાઇટન્સ છોડીને આઈપીએલ 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ ગયો. જો કે હાર્દિકે વર્ષ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી. તે વર્ષ 2021 સુધી મુંબઈની ટીમમાં હતો. પરંતુ આઈપીએલ 2022માં ડેબ્યૂ કરનાર ગુજરાત ટાઈટન્સની ટીમે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો અને ટીમની કમાન પણ હાર્દિકને સોંપી હતી અને તેણે પહેલી જ સિઝનમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવી હતી.
ગુજરાતની ટીમ આઈપીએલ 2023માં ફરી એકવાર ફાઈનલમાં પહોંચી પરંતુ આ વખતે તે ટ્રોફી પોતાના નામે કરવામાં સફળ રહી ન હતી. હાર્દિક પંડ્યા મુંબઈ સાથે જોડાશે આવા અહેવાલો પહેલા જ આવવાના શરુ થઇ ગયા હતા. પરંતુ હાર્દિકને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવશે આવી કોઈ અટકળો ન હતી.

Total Visiters :137 Total: 1384685

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *