15 કરોડના ખર્ચે બનેલી ચાર્લી ફિલ્મે 102.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો

Spread the love

777 ચાર્લી માણસ અને જાનવર વચ્ચેના સંબંધ પર બનેલી અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ


મુંબઈ
ગયા વર્ષે ‘777 ચાર્લી’ નામની કન્નડ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ મૂવીમાં કોઈ એક્શન કે રોમાન્સ પણ નહોતુ પરંતુ આ ઈમોશનલ કહાની વાળી મૂવીએ સૌનું દિલ જીતી લીધુ છે. જેમાં રક્ષિત શેટ્ટીએ લીડ રોલ નિભાવ્યો હતો. તેની કહાનીને એ રીતે પિરસવામાં આવી હતી કે જોનારની આંખોમાંથી આંસૂ છલકી પડ્યા હતા.
777 ચાર્લી માણસ અને જાનવર વચ્ચેના સંબંધ પર બનેલી અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ છે. જેમાં દર્શાવાયુ છે કે જ્યારે એકલા રહેનાર ધર્મા (રક્ષિત શેટ્ટી) ની લાઈફમાં પેટ ની એન્ટ્રી થાય છે તો કેવી રીતે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે.
રિલીઝ બાદ 777 ચાર્લી બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. ફિલ્મને દર્શકો પાસેથી ખૂબ પ્રેમ મળ્યો કે મેકર્સ માલામાલ થઈ ગયા હતા. મૂવીએ ખર્ચ કરતા 7 ગણી વધારે કમાણી કરી હતી. રિપોર્ટ અનુસાર રક્ષિત શેટ્ટીની ફિલ્મને ખૂબ ઓછા બજેટમાં બનાવવામાં આવી હતી. તેનો ખર્ચ માત્ર 15 કરોડ રૂપિયા હતો.
રિલીઝ બાદ 777 ચાર્લીએ સમગ્ર દુનિયામાં બોક્સ ઓફિસ પર 102.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ રીતે મેકર્સને સતત 7 ગણો વધુ ફાયદો થયો હતો. હવે તમે રક્ષિત શેટ્ટીની ફિલ્મ 777 ચાર્લી ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર જોઈ શકો છો.

Total Visiters :144 Total: 987205

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *