પૂણેમાં પીકઅપ વાહન અને ઓટોરિક્ષાની ટક્કરમાં આઠનાં મોત

Spread the love

કે અકસ્માત પુણેથી 150 કિલોમીટર દૂર કલ્યાણ-અહમદનગર રોડ પર થયો

પૂણે

મહારાષ્ટ્રના પુણેમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. એક પીકઅપ વાહન અને ઓટો રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં કુલ 8 લોકોના મોત થયા છે. મળેલા અહેવાલો મુજબ પુણે જિલ્લામાં એક ઝડપી પીકઅપ વાહને ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો દર્દનાક હતો કે 8 લોકોના મોત થયા હતા.

પોલીસે આજે ઘટનાની જાણકારી આપતા કહ્યું કે અકસ્માત પુણેથી 150 કિલોમીટર દૂર સ્થિત કલ્યાણ-અહમદનગર રોડ પર થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ થયો હતો.

Total Visiters :72 Total: 1010582

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *