હેલ્થ ટેકના ઉપયોગમાં વધારો, સામાજિક સંબંધોમાં તણાવ: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ વેલનેસ ઈન્ડેક્સ ભારતના સુખાકારીનું આકલન કરે છે”

Spread the love
  • હેલ્થ ટેક અપનાવવાથી તમામ સમગ્ર વસ્તી વિષયક ક્ષેત્રે મજબૂત વધારો થયો છે
  • ડેટા જણાવે છે કે તણાવ સ્તર અને માનસિક સ્વાસ્થ્યના પડકારો વધ્યા છે, જેમાં પ્રત્યેક ત્રીજો ભારતીય ઓછામાં ઓછું એક તણાવનું લક્ષણ દર્શાવે છે

મુંબઈ

ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે આજે ઈન્ડિયા વેલનેસ ઇન્ડેક્સની બહુ-અપેક્ષિત 2023 એડિશન લોન્ચ કરી હતી, જે દેશના સ્વાસ્થ્ય અને સુખાકારીને વ્યાપકપણે દર્શાવે છે. પોતાની કામગીરીના છઠ્ઠા વર્ષમાં આ રિપોર્ટ રાષ્ટ્રની સુખાકારીનું મૂલ્યાંકન કરવામાં એક પાયાનો પથ્થર બની ગયો છે અને તે હેલ્થકેરમાં ડિજિટલ ક્રાંતિ અને તાજેતરના વર્ષોમાં ભારતના સુખાકારી લેન્ડસ્કેપને આકાર આપવામાં સોશિયલ મીડિયાની જટિલ ભૂમિકા દર્શાવે છે.

ઈન્ડિયાઝ વેલનેસ ઈન્ડેક્સ સુખાકારીને માપે છે અને એકસાથે અનેક સુખાકારી સ્તંભો પર લોકોમાં સુખાકારીની વર્તમાન સ્થિતિનું પ્રમાણ નક્કી કરે છે. 100માંથી 72 પર આ ઈન્ડેક્સ સૂચવે છે કે જ્યારે ડિજિટલ સુખાકારી અને હેલ્થ ટેકના ઉપયોગમાં વધારો થયો છે ત્યારે વ્યક્તિઓ, ખાસ કરીને સ્ત્રીઓ, તેમના સમુદાયોમાં જે રીતે જોડાય છે તેમાં સામાજિક સુખાકારી ઘટી રહી છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા એક પ્રકારનો, ટેક-સક્ષમ વેલનેસ ઇન્ડેક્સ એક સર્વગ્રાહી માળખું ધરાવે છે જેમાં સુખાકારીના છ સ્તંભોનો સમાવેશ થાય છે: શારીરિક, માનસિક, કુટુંબ, નાણાંકીય, કાર્યસ્થળ અને સામાજિક. આ અભ્યાસમાં 19 શહેરોમાં 2,052 ઉત્તરદાતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ વય જૂથો, જાતિઓ, ભૌગોલિક ક્ષેત્રો અને રોજગારીક્ષમતાના ચોક્કસ તફાવતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ વર્ષનો અભ્યાસ સુખાકારી માટે ડિજિટલ પ્લેટફોર્મ પર વધતી જતી નિર્ભરતાને પ્રકાશિત કરે છે, એક ટ્રેન્ડ કે જે લોકડાઉન દરમિયાન વર્ચ્યુઅલ પુશના લીધે આગળ વધ્યો છે અને હવે સુખાકારીની શોધમાં મુખ્ય આધાર બની રહ્યો છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના હેડ માર્કેટિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ એન્ડ સીએસઆર શીના કપૂરે જણાવ્યું હતું કે, “અમારો વેલનેસ ઇન્ડેક્સ વિકસતા ડિજિટલ વેલનેસ ક્ષેત્ર અને અમારા સમયના સ્વાસ્થ્ય પડકારો વિશે મહત્વની ઇનસાઇટ પૂરી પાડે છે. ટ્રેન્ડ્સ આ ઉભરતી જરૂરિયાતોને સંબોધતા ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની નવીનતા માટે અમારી પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપે છે. આ વર્ષનો ઇન્ડેક્સ વેલનેસ સેક્ટરમાં ડિજિટલ રીતો અપનાવ્યાનો ટ્રેન્ડ દર્શાવે છે, જેમાં વધુ ને વધુ લોકો સુખાકારીની આંતરદ્રષ્ટિ અને ઉકેલો માટે હેલ્થ ટેક અને સોશિયલ મીડિયા તરફ વળ્યા છે. ઉત્તરદાતાઓ સોશિયલ મીડિયાને માનસિક અને શારીરિક સુખાકારી માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત માને છે. 45% લોકોએ જણાવ્યું હતું કે તેઓ આ પ્લેટફોર્મ્સ પર મોટિવેશનલ કન્ટેન્ટને એક્સેસ કરે છે જે શરીર અને મનની એકંદર સુખાકારીમાં મદદ કરે છે. જો કે, સામાજિક સુખાકારીમાં ઘટાડો એ વધુ સામુદાયિક-કેન્દ્રિત પહેલની જરૂરિયાત પર ભાર મૂકે છે.

કપૂરે વધુમાં જણાવ્યું હતું કે, “કામ કરતી મહિલાઓમાં પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ ગાળવાનું પ્રમાણ ઘટ્યું છે, જે સુખાકારીની લાગણીમાં ઘટાડા તરફ દોરી જાય છે, માત્ર 53% મહિલાઓ દાવો કરે છે કે તેઓ 2023માં તેમના પરિવાર અને સમુદાય સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવે છે, જ્યારે 2022માં આ પ્રમાણ 64% હતું. આ અભ્યાસના ઇન્ટરેક્ટિવ સેશન્સનું મહત્વ દર્શાવે છે જેનાથી ખ્યાલ આવે છે કે કામ કરતી મહિલાઓને કામકાજ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવામાં કેવી મુશ્કેલીઓ પડે છે.”

2023ના અભ્યાસના મુખ્ય સારમાં નીચેનાનો સમાવેશ થાય છે:

ડિજિટલ વેલબીઇંગ હવે કેન્દ્રસ્થાને છે
હેલ્થ ટેક અને સોશિયલ મીડિયાના યુગમાં, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો અહેવાલ વિવિધ સમૂહોમાં હેલ્થ ટેક્નોલોજીસના નોંધપાત્ર સ્વીકારને દર્શાવે છે. સુખાકારી માટે સોશિયલ મીડિયાના ઉપયોગમાં વધારો, ખાસ કરીને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની બાબતે, પરિવર્તનશીલ ફેરફારો દર્શાવે છે. ‘ફિન-ફ્લુએન્સર્સ’નો યુગ ચાલી રહ્યો છે અને ભારતીયો રોકાણની સલાહ માટે પરંપરાગત બિઝનેસ મીડિયા કરતાં ફેસબુક અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ તરફ વળ્યા છે.

• 70% ભારતીયો શારીરિક અથવા માનસિક સ્વસ્થતા વિશે અભિવ્યક્તિ કરવા અથવા વાત કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.
• ઉત્તરદાતાઓ માનસિક અને શારીરિક સુખાકારી માટે સામાજિક મીડિયાને એક મહત્વપૂર્ણ સ્ત્રોત માને છે અને 45% લોકો કહે છે કે તેઓ આ પ્લેટફોર્મ્સ પર મોટિવેશનલ કન્ટેન્ટને એક્સેસ કરે છે જે શરીર અને મનની એકંદર સુખાકારીમાં મદદ કરે છે.
• માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ નહીં, ફિટનેસ ટ્રેકિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા લોકોમાં વેલનેસ ઇન્ડેક્સ ઊંચો (72%)છે અને જેઓ નથી ઉપયોગ કરતાં તેમાં 54% છે.

સામાજિક સુખાકારી: ઘટી રહેલો ટ્રેન્ડ
સામાજિક સુખાકારીમાં દેખીતી રીતે ઘટાડો થયો છે, જેમાં જાગૃતતા, કામગીરી અને પ્રભાવ જેવા તમામ સ્તંભોમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. ટિયર 1 નગરોની મહિલાઓ અને રહેવાસીઓમાં ઘટાડો નોંધાયો છે, જે સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપવા માટે પહેલની આવશ્યક જરૂરિયાતને દર્શાવે છે.

• સામાજિક સુખાકારીમાં 2023માં એકંદરે 3% જેટલો ઘટાડો થયો છે જેમાં કામ કરતી મહિલાઓમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.
• માત્ર ઓફિસમાંથી બધા જ કામો કરવાનું ફરજિયાત થવાના લીધે ઘટાડો થયો હોઈ શકે છે
• કામ કરતી મહિલાઓમાં પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવામાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે માત્ર 53% મહિલાઓ દાવો કરે છે કે તેઓ 2023માં તેમના પરિવાર અને સમુદાય સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવે છે, જે 2022માં 64% હતી.

યુવા વર્ગ: યુવાન, તણાવગ્રસ્ત અને વધુ કામના બોજ તળે
ચિંતાજનક રીતે, યુવા પેઢી, ખાસ કરીને જનરેશન ઝેડ અને મિલેનિયલ્સમાં, વધુ ચિંતા, સહનશક્તિનો અભાવ અને સ્થૂળતા જોવા મળી છે, જે તાકિદે આરોગ્યની બાબતમાં હસ્તક્ષેપની જરૂરિયાત જણાવે છે.

• અહેવાલમાં જણાયું છે કે 77% ભારતીયો નિયમિત ધોરણે તણાવના ઓછામાં ઓછા એક લક્ષણનો અનુભવ કરે છે. આ આંકડો જનરેશન ઝેડ અને મિલેનિયલ્સના કિસ્સામાં પણ વધારે છે.
• કામના સ્થળે સુખાકારીમાં ઘટાડો ગંભીર પરિસ્થિતિમાં પરિણમ્યો છે જેમાં 4માંથી 3 જનરલ ઝેડએ કહ્યું છે કે તેમને દોષની લાગણી થાય છે કારણ કે તેઓ જે જોઈએ છે તે માટે સમય કાઢી શકતા નથી, અઠવાડિયાની શરૂઆતમાં થાક અનુભવે છે અને વારંવાર કામ કર્યા પછી કામ વિશે વાત કરે છે.

ભારત હૃદયના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે
ઇન્ડેક્સ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અથવા હાયપરટેન્શન સામે લડતા લગભગ 35% ઉત્તરદાતાઓ સાથે, લાંબી બિમારીઓના વ્યાપ પર પ્રકાશ પાડે છે.

• જનરેશન એક્સ આ પરિસ્થિતિઓનો ભોગ બનેલા દેખાય છે, ઘણી વખત તેમના માતાપિતા પાસેથી ગંભીર આરોગ્યની ચિંતાઓ વારસામાં મળે છે.
• કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ એ એક નિર્ણાયક ક્ષેત્ર છે, જેમાં માત્ર 35% ઉત્તરદાતાઓ જ તમામ જોખમી પરિબળોને યોગ્ય રીતે ઓળખવામાં સક્ષમ છે, જે ઉચ્ચ જાગૃતતાની તીવ્ર જરૂરિયાત દર્શાવે છે.
• વધુમાં, 77% ભારતીયો સ્વાસ્થ્ય સમસ્યાઓથી વાકેફ છે જેને હૃદયની બિમારીઓ સાથે જોડી શકાય છે

માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ભારતનો બદલાયેલો પરિપ્રેક્ષ્ય
આ ઇન્ડેક્સ ગંભીર વાસ્તવિકતાને ઉજાગર કરે છે કે દરેક ત્રીજી વ્યક્તિ તણાવથી ઝઝૂમી રહી છે. તાણ અને હતાશાના લક્ષણોની ઘટનાઓ વધી રહી છે, જેમાં અસરગ્રસ્ત લોકો નોંધપાત્ર રીતે ઓછી માનસિક સુખાકારી અનુભવે છે.

• 2022ની સરખામણીમાં 2%ના ઘટાડા સાથે માનસિક સુખાકારી એ એકંદરે સુખાકારી મેળવવામાં બીજી સૌથી મહત્વપૂર્ણ વિશેષતા બની રહી છે.
• ટિયર 1 શહેરો અન્ય તમામ ઝોનની સરખામણીમાં માનસિક સુખાકારી પર નોંધપાત્ર રીતે સારું પ્રદર્શન દર્શાવે છે.
• તાણનો સામનો કરવાની રીતો અંગેની જાગૃતતા અને વાટાઘાટો દ્વારા મજબૂત પ્રભાવમાં 2023માં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.
• ભારતીયો માટે, કુટુંબ અને મિત્રો ડિપ્રેશન વિશે વિશ્વાસ રાખવા માટે મહત્વપૂર્ણ આધારસ્તંભ બની રહ્યા છે, જ્યારે ડિપ્રેશનના લક્ષણોનો સામનો કરતી દરેક 3 વ્યક્તિમાંથી માત્ર 1 વ્યક્તિએ વ્યાવસાયિક મદદ લીધી હતી.

Total Visiters :106 Total: 987090

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *