કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સે T.U.L.I.Pના લોન્ચની જાહેરાત કરી

Spread the love

એક યુનિટ લિંક્ડ ટર્મ ઇન્શ્યોરન્સ જે વાર્ષિક પ્રિમિયમના 100 ગણા સુધીનું લાઇફ કવર ઓફર કરે છે

T.U.L.I.P ની વિશેષતાઓ:

  • વાર્ષિક પ્રીમિયમના 100 ગણા સુધીનું જીવન કવર.
  • કંપની દ્વારા ઉમેરવામાં આવેલા મેચ્યોરિટી લાભોના ભાગ રૂપે ફંડ વેલ્યુના 30% સુધી લોયલ્ટી એડિશન
  • 10મા, 11મા, 12મા અને 13મા વર્ષમાં પ્રીમિયમ એલોકેશન ચાર્જના 2 ગણું રિફંડ
  • 11મા પોલિસી વર્ષ પછીથી મોર્ટાલિટી ચાર્જના 1 ગણાથી 3 ગણું રિફંડ
  • નાણાંકીય કટોકટીના કિસ્સામાં નાણાં ઉપાડવાની સુગમતા
  • આકસ્મિક મૃત્યુ લાભ અને ક્રિટિકલ ઇલનેસ રાઇડર
  • પોતાના નાણાંનું રોકાણ કરવા માટે પસંદ કરવા માટેના 8 ફંડ વિકલ્પો

મુંબઈ

કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (“કોટક લાઇફ”) એ આજે T.U.L.I.P – ટર્મ વીથ યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. T.U.L.I.P. એક યુનિટ લિંક્ડ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે જે વાર્ષિક પ્રીમિયમના 100 ગણા સુધીનું લાઇફ કવર ઓફર કરે છે અને તેની સાથે ગ્રાહકને યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન (યુલિપ) જેવું વળતર મેળવવાની તક આપે છે. તે ગંભીર બીમારીઓ અને આકસ્મિક મૃત્યુ સામે વધારાનું રક્ષણ પણ પૂરું પાડે છે.

કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મહેશ બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “ગ્રાહક કેન્દ્રિતતા હંમેશા કોટક લાઇફના ડીએનએમાં રહી છે. TULIP અમારા ગ્રાહકોને ટર્મ પ્લાનની જેમ વ્યાપક સુરક્ષા આપે છે અને યુલિપની જેમ તેમની સંપત્તિ વધારવાની તક પણ આપે છે. તેનો હેતુ અમારા ગ્રાહકની મુખ્ય નાણાંકીય જરૂરિયાતોની કાળજી લેવાનો છે.”

T.U.L.I.P. વ્યક્તિઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનું એક પગલું છે. તે અમારા બ્રાન્ડ વચન, ‘હમ હૈ… હમેશા’ સાથે સુમેળમાં છે, જ્યાં અમે અમારા ગ્રાહકોને તેમની મુસાફરીના દરેક પગલા પર તેમની સાથે રહેવાની ખાતરી આપીએ છીએ.

Total Visiters :181 Total: 1041184

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *