સુએઝ નહેર પર જહાજો પર હુમલા બાદ શિપિંગ કંપનીઓ માર્ગ બદલવા મજબુર, ભારતની પણ મુશ્કેલી વધી
નવી દિલ્હી
માત્ર ભારત જ નહીં વિશ્વભરના વેપાર માટે સુએઝ નહેર ખુબ મહત્વ ધરાવે છે. આ નહેર પરથી કોમર્શિયલ જહાજોની હંમેશા અવર-જવર રહેતી હોય છે. જોકે આ કેનાલ ફરી સંકટની ઝટેપમાં આવી ગયું છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે યમનના હૂતી ગ્રૂપ નહેર પરથી પસાર થતા જહાજો પર હુમલો કરી રહી છે, જેના કારણે વૈશ્વિક વેપાર માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયું છે. હાલ ભારત પણ આ અસરનો સામનો કરી રહ્યું છે. યમનનો હૂતી ગ્રૂપ સ્વેઝ નહેર પરથી પસાર થતા જહાજોને નિશાન બનાવી રહ્યું છે. આ ગ્રૂપના હુમલાખોરો કેટલાક જહાજો પર મિસાઈલ હુમલાઓ કરતા રહે છે, જેના કારણે વૈશ્વિક વેપાર માટે કહેવાતો મુખ્ય માર્ગ પ્રભાવિત થયો છે અને શિપિંગ કંપનીઓ આ માર્ગ પરથી જવાનું ટાળી રહ્યા છે.
સ્વેઝ નહેરની વાત કરીએ તો તેની ભૌગોલિક સ્થિતિ ખુબ વ્યૂહાત્મક છે. એશિયા અને યુરોપ વચ્ચે આવેલી 192 કિલોમીટરની સુએઝ નહેર પરથી એક સ્થાનેથી બીજા સ્થાને જવા ખુબ ઓછા સમયે પહોચી શકાય છે. વોર્ટિક્સાના ડેટા મુજબ 2023ના પ્રથમ છ મહિનામાં સ્વેઝ નહેર પરથી લગભગ 92 લાખ બેરલ ક્રુડ ઓઈલનો કુલ જથ્થાનો વેપાર થયો હતો, જે કુલ વૈશ્વિક માંગનો 9 ટકા બરાબર છે. આ નહેર પરથી વિશ્વની જરૂરીયાતનો લગભગ 4 ટકા એલએનજીનો વેપાર થાય છે.
એક અંદાજ મુજબ ભારત દર વર્ષે સ્વેઝ કેનાલ પરથી 200 બિલિયન ડૉલરની નિકાસ કરે છે. ભારત આ નહેર પરથી ઓટોમોટિવ પાર્ટ, એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ, કેમિકલ, ટેક્સટાઈલ, રેડિમેડ ગારમેન્ટ, ફાર્માસ્યૂટિકલ પ્રોડક્ટ વગેરેની નિકાસ કરે છે. યમનનો હૂતી ગ્રૂપના હુમલાખોરોએ સ્વેઝ નહેર પરથી પસાર થતા જહાજો પર હુમલા શરૂ કર્યા બાદ ભારતની નિકાસ પર પ્રભાવિત થઈ શકે છે.