હમાસને ફંડ પહોંચાડનારા સુભી ફરવાનાને ઠાર કર્યાનો ઈઝરાયેલનો દાવો

Spread the love

હમાસના કથિત ફાઈનાન્સર સુભી ફરવાનાને રફાહ પાસે દક્ષિણી ગાઝામાં હવાઈ હુમલામાં ઠાર કરવામાં આવ્યો હતો

જેરૂસલેમ

ઈઝરાયેલ-હમાસ વચ્ચે છેલ્લા 72 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે જ્યારે 50 હજારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ભીષણ યુદ્ધમાં અનેક પરિવારો ઘર છોડવા મજબૂર બન્યા છે ત્યારે ઈઝરાયેલ દાવો કર્યો છે કે તેમણે હમાસને ફંડ પહોંચાડનાર સુભી ફરવાનાને ઠાર કર્યો છે. 

ઈઝરાયેલ-હમાસ વચ્ચે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધવિરામની માંગ વધી રહી છે અને આ માંગને લઈને ફ્રાન્સ અને જોર્ડનમાં દેખાવો કરવામાં આવ્યા હતા, જો કે હમાસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે જ્યા સુધી યુદ્ધવિરામ નહીં થાય ત્યા સુધી અમે બંધકોની છોડશું નહીં. બીજી તરફ ઈઝરાયેલ પીછેહટ માટે તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પહેલા જ એલાન કર્યું હતું કે જ્યાં સુધી હમાસનો સફાયો નહીં થાય ત્યા સુધી તેમની સેના પાછી નહીં આવે. ઈઝરાયેલ હમાસ પર સતત હુમલા કરી રહ્યું છે અને ઉત્તરી ગાઝામાં હોસ્પિટલ પર ભયાનક હુમલો કર્યો હતો.

આ વચ્ચે ઈઝરાયે ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એ હમાસના પ્રમુખ ફાઇનાન્સર સુભી ફરવાનાને ઠાર કરી દીધો હવાનો દાવો કર્યો છે જેના પર  હમાસના આતંકવાદીઓને ફંડ પહોંચાડવાનો આરોપ હતો. ઈઝારાયેલી સેનાએ આ અંગેની જાણકારી આપતા કહ્યું હતું કે હમાસનો કથિત ફાઈનાન્સર સુભી ફરવાનાને રફાહ પાસે દક્ષિણી ગાઝામાં હવાઈ હુમલામાં ઠાર કરવામાં આવ્યો હતો. ફરવાના પાસે હમાસ માટે ફંટ એક્ત્ર કરવાની જવાબદારી હતી. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે ગાઝામાં યુદ્ધ દરમિયાન 60 ટકા જેટલુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાશ પામ્યું છે.

Total Visiters :87 Total: 1041447

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *