હવે રાજદ્રોહ નહીં, દેશ દ્રોહ, મોબ લિચિંગ બદલ ફાંસીઃ અમિત શાહ

Spread the love

પહેલા સીઆરપીસીમાં 484 કલમ હતી જેમાં હવે 531 કલમો હશે, 177 કલમોમાં બદલાવ કર્યો છે જ્યારે 39 નવી પેટા કલમો અને 44 નવી જોગવાઈ ઉમેરવામાં આવી


નવી દિલ્હી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા (દ્રિતિય) 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (દ્રિતિય) 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (દ્રિતિય) 2023 બિલ લોકસભામાં રજૂ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે હવે રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે, મૉબ લિંચિંગ બદલ ફાંસી અપાશે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ ત્રણેય બિલો પર ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને તેને બનાવતા પહેલા 158 કાઉન્સેલિંગ સેશનમાં ભાગ લીધો હતો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે પહેલા સીઆરપીસીમાં 484 કલમ હતી જેમાં હવે 531 કલમો હશે, 177 કલમોમાં બદલાવ કર્યો છે જ્યારે 39 નવી પેટા કલમો અને 44 નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે.
અમિત શાહે ગૃહમાં બિલ રજૂ કરતા સમયે ક્હ્યું હતું કે ભારત સરકાર પહેલીવાર આતંકવાદની વ્યાખ્યા કરવા જઈ રહી છે જેમાં હવે નવા કાયદામાં રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે. મૉબ લિંચિંગના નવા કાયદામાં મૃત્યુદંડની જોગવાઈ છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે આ કાયદા વ્યક્તિગત સ્વતંત્રતા, માનવ અધિકાર, દરેક સાથે સમાન અધિકારો પર કાયદા બનાવવામાં આવી રહ્યા છે. પ્રથમ વખત આપણા બંધારણની ભાવના મુજબ કાયદો બનવા જઈ રહ્યો છે.

Total Visiters :114 Total: 1344436

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *