લગભગ 2500 યુઝર્સે થોડી જ મિનિટોમાં ડાઉન ડિટેક્ટર પર ફરિયાદ કરી
વોશિંગ્ટન
ઈલોન મસ્કનું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વીટર) ડાઉન હોવાના અહેવાલ મળી રહ્યા છે. આજે સવારથી યુઝર્સ એક્સ પર કોઈપણ પોસ્ટ જોઈ શકતા નથી. આ સમસ્યાનો સામનો વેરિફાઈડ અને અન-વેરિફાઈડ એમ બંને યુઝર્સ કરી રહ્યા છે.
એક્સ ઓપન કરવા પર વેલકમ ટૂ એક્સ! લખેલું દેખાઈ રહ્યું છે પરંતુ તે પછી કોઈપણ પ્રકારની પોસ્ટ દેખાઈ રહી નથી. મોબાઈલ અને ડેસ્કટોપ બંને યુઝર્સને આ સમસ્યા આવી રહી છે. હાલમાં કોઈ યુઝર્સના પ્રોફાઈલ પર ગયા પછી પણ તે યુઝરનો પોસ્ટ દેખાઈ રહી નથી. ટાઈમલાઈન પર પણ કોઈ કન્ટેન્ટ દેખાઈ રહ્યું નથી.
લોકપ્રિય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સના ડાઉન થવાની પુષ્ટિ ડાઉન ડિટેક્ટર દ્વારા પણ કરવામાં આવી છે. લગભગ 2500 યુઝર્સે થોડી જ મિનિટોમાં ડાઉન ડિટેક્ટર પર ફરિયાદ કરી છે.