માઓવાદીઓએ ટ્રેક ઊડાડી દેતા હાવડા-મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો

Spread the love

22 ડિસેમ્બરે માઓવાદીના ભારત બંધથી એવી આશંકા છે કે આ બંધની અસર દેખાય એટલા માટે જ કદાચ આ કૃત્ય કરાયું


રાંચી
ઝારખંડના ચાઈબાસા ક્ષેત્રના ગોઈલકેરા-પોસૈતા રેલવે સ્ટેશન વચ્ચે કારો બ્રિજ નજીક રેલવેફાટક પર ભયંકર વિસ્ફોટ કરાયાની માહિતી મળી છે. અહેવાલ અનુસાર માઓવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરી આ ટ્રેકને ઉડાવી નાખ્યું હતું જેના લીધે હાવડા-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર ટ્રેનોની અવર-જવર ઠપ થઈ ગઈ છે.
માહિતી અનુસાર 22 ડિસેમ્બરે ભાકપા(માઓવાદી) એ ભારત બંધની જાહેરાત કરી હતી. એવી આશંકા છે કે આ બંધની અસર દેખાય એટલા માટે જ કદાચ માઓવાદીઓ દ્વારા આ કૃત્ય કરાયું હતું. માઓવાદીઓએ ગુરુવારે રાતે 10 વાગ્યે આ ઘટનાને અંજામ આપ્યો હોવાની જાણકારી છે. આ ઘટનાની જાણ થતાં જ શાલીમાર કુર્લા એક્સપ્રેસને ગોઈલકેરા સ્ટેશને જ અટકાવી દેવામાં આવી હતી નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

Total Visiters :176 Total: 1045594

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *