આ તમામની ઓળખ ઈ એમ અબ્દુલ રહેમાન, અનીસ અહેમદ, અફસર પાશા, એ એસ ઈસ્માઈલ અને મોહમ્મદ શકિફ તરીકે થઈ છે
નવી દિલ્હી
કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ પીએફઆઈ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી છે. આ તમામ આરોપી પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ માં અલગ-અલગ હોદ્દા પર હતા, જે વિદેશોમાંથી હવાલા દ્વારા આવેલા કરોડો રૂપિયાનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃતિઓમાં કરી રહ્યા હતા. આ તમામની ઓળખ ઈ એમ અબ્દુલ રહેમાન, અનીસ અહેમદ, અફસર પાશા, એ એસ ઈસ્માઈલ અને મોહમ્મદ શકિફ તરીકે થઈ છે. વર્ષ 2018માં 2 મે એ નોંધાયેલી ઈસીઆઆરમાં તમામ પાંચેય આરોપીઓ પાસેથી ઈડીએ દિલ્હીની તિહાડ જેલમાં તાજેતરમાં જ 19 ડિસેમ્બરે પૂછપરછ કરી હતી. આ પૂછપરછ 3 ડિસેમ્બર 2020માં પીએફઆઈના ઠેકાણા પર રેડ દરમિયાન જપ્ત સંગઠનના અલગ-અલગ બેન્ક એકાઉન્ટ ડિટેલના આધારે કરવામાં આવી.
તમામ આરોપી સંગઠનના અલગ-અલગ શહેરોમાં હાજર બેન્ક એકાઉન્ટના સાઈનિંગ ઓથોરિટી હતા. આ તમામ પાસેથી બેંક એકાઉન્ટમાં આવેલા કરોડો રૂપિયાની મની ટ્રેલ વિશે પૂછપરછ કરવામાં આવી પરંતુ સંતોષજનક જવાબ ન આપવા અને તથ્ય છુપાવવાના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી.
પ્રતિબંધિત સંગઠન પીએફઆઈમાં આરોપીઓની ભૂમિકા
ઈ એમ અબ્દુલ રહેમાનઃ શરૂઆતથી પીએફઆઈ સાથે જોડાયેલો હતો. તે પીએફઆઈમાં છેલ્લા ઘણા વર્ષોમાં અલગ-અલગ પદો પર રહ્યો અને સંગઠનના દરેક મોટા એક્શન અને નિર્ણયમાં તેનો મહત્વનો રોલ રહ્યો છે. અબ્દુલ રહેમાન પ્રતિબંધિત સંગઠન સિમી એટલે કે સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયાથી 1979થી 1984 સુધી જોડાયેલો રહ્યો. તે બાદ જ્યારે આ સંગઠન પર પ્રતિબંધ લાગ્યો તો પીએફઆઈ ના નામથી બનાવવામાં આવેલા સંગઠનમાં 2007થી 2008 સુધી જનરલ સેક્રેટરી અને 2009થી 2012 સુધી પીએફઆઈનો ચેરમેન રહ્યો. સાથે જ સંગઠન પર પ્રતિબંધ લાગ્યા સુધી પીએફઆઈ નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે સંગઠનના દરેક મોટા નિર્ણય લેતા હતા, તેનો વાઈસ ચેરમેન પણ રહ્યો. આ દરમિયાન અબ્દુલ રહેમાને તુર્કી અને ઘણા આફ્રિકન દેશોનું અન્ય પીએફઆઈ મેમ્બરની સાથે ઘણી વખત પ્રવાસ કર્યા. વર્ષ 2015થી લઈને 2020 સુધી તે પીએફઆઈ ના દિલ્હીના કાલકા જી અને કોજહીકોડેમાં સ્થિત સિન્ડિકેટ બેન્કમાં સંગઠનના બેન્ક એકાઉન્ટનું સાઈનિંગ ઓથોરિટી પણ હતો.
અનીસ અહેમદઃપીએફઆઈના ફાયનાન્સિયલ મેટરમાં અનીસનો મહત્વનો રોલ હતો. અનીસ 2018થી લઈને 2020 સુધી સંગઠનનો નેશનલ સેક્રેટરી રહ્યો. તેની જવાબદારી સંગઠન માટે ફંડ એકત્ર કરવાની હતી. તે પીએફઆઈનો પ્રવક્તા પણ હતો. પીએફઆઈ સ્ટેટ લેવલ પર ફંડ એકત્ર કરતી હતી. રાજ્યોના દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કમિટી હતી, જે ફંડ એકત્ર થવા પર સ્ટેટ લેવલ કમિટીના એકાઉન્ટમાં તેને જમા કરતી હતી, જે બાદમાં નેશનલ કમિટીના એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા. દિલ્હી અને ઉત્તર પ્રદેશથી એકત્ર રૂપિયા સીધા સંગઠનના એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા.
અફસર પાશા પ્રતિબંધિત સંગઠન પીએફઆઈમાં નેશનલ લેવલ પર અલગ-અલગ મહત્વના પદો પર રહ્યો. BU તેલંગાણા અને આંધ્ર પ્રદેશનો ઝોનલ પ્રેસિડન્ટ હતો અને પીએફઆઈ નો નેશનલ સેક્રેટરી પણ રહ્યો. સંગઠનના દરેક ફાયનાન્સિયલ મેટરમાં તેનો મત મહત્વનો રહેતો. વર્ષ 2009થી 2010 સુધી તે સંગઠનના કર્ણાટક યુનિટનો જનરલ સેક્રેટરી રહ્યો. વર્ષ 2009માં મૈસૂરમાં થયેલા સાંપ્રદાયિક હુલ્લડોમાં તેનો મહત્વનો રોલ હતો. ત્યાં તેણે હુલ્લડો શરૂ થયે જેલ ભરો પ્રદર્શનમાં જ ભાગ લીધો. તે સંગઠનના બેંગલુરુ સ્થિત ફ્રેજર ટાઉનમાં કોર્પોરેશન બેન્કમાં પીએફઆઈ એકાઉન્ટમાં સાઈનિંગ ઓથોરિટી હતો.
એએસ ઈસ્માઈલઃ પીએફઆઈના ફાઉન્ડર મેમ્બર પૈકીનો એક છે. તે સંગઠનના નોર્થ ઝોનનો વર્ષ 2018થી 2020 સુધી પ્રેસિડન્ટ રહ્યો. પીએફઆઈની નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો મેમ્બર રહ્યો. સંગઠનના દરેક ફાયનાન્સિયલ મેટરમાં તેનો મહત્વનો રોલ છે. તે પીએફઆઈના ચેન્નઈ સ્થિત મયલપોરે આરએચ રોડ સ્થિત પંજાબ નેશનલ બેન્કમાં એકાઉન્ટનો સાઈનિંગ ઓથોરિટી હતો.
કર્ણાટકમાં પીએફઆઈ ના સ્ટેટ લેવલથી લઈને નેશનલ લેવલ સુધી સંગઠનમાં મહત્વના પદો પર રહ્યો. તે વર્ષ 2016થી 2020 સુધી કર્ણાટકમાં સ્ટેટ પ્રેસિડન્ટ રહ્યો. નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો મેમ્બર રહ્યો. તે બેંગલુરુના ફ્રેજર ટાઉન સ્થિત કોર્પોરેશન બેન્કમાં સાઈનિંગ ઓથોરિટી હતો.
આ તમામ આરોપીઓની વર્ષ 2020માં રેડ દરમિયાન જપ્ત સંગઠનના અલગ-અલગ બેંક એકાઉન્ટ, ડિજિટલ એવિડન્સ અને અન્ય દસ્તાવેજ બતાવીને પૂછપરછ કરવામાં આવી હતી. નોંધાયેલા નિવેદનોમાં વિરોધાભાસ મળતા તેની ધરપકડ કરવામાં આવી.