ભાજપના નેતાઓએ અપમાનિત કરનારા ડીએમને ચા માટે 700 રુપિયા મોકલ્યા

Spread the love

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી મળવા ગેસ્ટ હાઉસ ગયા ત્યારે ડીએમ રાકેશ કુમારે નેતાઓને અપમાનિત કર્યા અને ચા પીવડાવીને પાછા મોકલી દીધા


ગાઝિયાબાદ
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના ભાજપ નેતાઓ જિલ્લા અધિકારી પર તેઓને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેઓનું કહેવું છે કે ગઈકાલે જયારે તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી મળવા ગેસ્ટ હાઉસ ગયા ત્યારે જિલ્લા અધિકારી રાકેશ કુમારે નેતાઓને અપમાનિત કર્યા અને ચા પીવડાવીને પાછા મોકલી દીધા હતા. તેઓને મુખ્યમંત્રીથી મળવા દેવામાં આવ્યા ન હતા. આ કારણે તેઓએ જિલ્લા અધિકારીને ચા દીઠ 50 રૂપિયાના દરે 700 રૂપિયા મોકલ્યા છે. આ સાથે એક પત્ર પણ મોકલવામાં આવ્યો છે. આ પત્રમાં સમગ્ર ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે.
સોશ્યલ મીડિયા પર આ પત્ર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભાજપના 12 નેતાઓના નામ લખ્યા છે. આ નેતાઓમાં પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય, પ્રદેશ કાર્યકારિણી સભ્યો, પ્રદેશ સંયોજકમ પૂર્વ મહાનગર અધ્યક્ષ પણ સામેલ છે. નેતાઓના જણાવ્યા અનુસાર ગાઝિયાબાદમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન તેમને હાથમાં ફૂલ આપીને ગેટ પાસે ઉભા કરવામાં આવ્યા હતા. સભા સ્થળની અંદર જવાની પરવાનગી ન હતી. જેના કારણે તેઓ મુખ્યમંત્રીને મળી શક્યા ન હતા. ફરિયાદ કરવા પર જિલ્લા અધિકારીએ કહ્યું કે તમે (નેતાઓ) સન્માનિત વ્યક્તિઓ છો, તમને આદરના ચિહ્ન તરીકે ચા પણ પીવડાવવામાં આવી છે.
ભાજપના નેતાઓ દ્વારા જિલ્લા અધિકારી (ડીએમ) રાકેશ કુમાર સિંહને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે – 24 ડિસેમ્બર 2023ના રોજ મુખ્યમંત્રી સાથે મુલાકાત અને વાતચીત કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તમે (ડીએમ) તેના બદલે બધાને એક્ઝિટ ગેટ પર લાઈનમાં ઊભા રહેવા કહ્યું. જેના પર અમને અપમાન લાગ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે તમે કહ્યું કે મેં તમને ચા પીવડાવી છે. તેથી તે ચા માટે 50 રૂપિયા પ્રતિ ચાના હિસાબે તમને 700 રૂપિયા મોકલવામાં આવી રહ્યા છે.
આ મામલે જિલ્લા અધિકારી (ડીએમ) રાકેશ કુમાર સિંહે કહ્યું કે, મેટ્રોપોલિટન યુનિટે જે હેતુ માટે પોલીસને પાસની લીસ્ટ મોકલી હતી તે હેતુ માટે પોલીસે તે જ પ્રકારના પાસ જારી કર્યા હતા. પ્રોક્સીમીટી પાસ જારી કરવામાં આવ્યો ન હતો કે કોઈને મળવા માટે વિનંતી કરવામાં આવી ન હતી. મેં તેમને (ભાજપ નેતાઓ)ને સંપૂર્ણ સન્માન આપ્યું હતું. તેમની પાસે જે પાસ હતો તે વિદાય સમયે સીએમ સામે ઉભા રહીને મળવાનો હતો. કોઈ અલગ મીટિંગ પાસ ન હતો.

Total Visiters :79 Total: 1041168

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *