રાહુલ કે પ્રિયંકા ગાંધીમાંથી એક વડાપ્રધાન બનશેઃ સંજય રાઉત

Spread the love

અમારી લડાઈ સરમુખત્યારશાહી સામે છે. અમારી પાસે પીએમ પદ માટે ઘણા ઉમેદવારો છેઃ ઉદ્ધવ જૂથના શિવસેનાના નેતાનો દાવો


મુંબઈ
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના નેતા સંજય રાઉત અવારનવાર પોતાના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. તેમણે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ઈન્ડિયાગઠબંધન તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે તેના પર ભાજપ તરફથી સવાલો પૂછવામાં આવી રહ્યા છે. હવે સંજય રાઉતે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમારી લડાઈ સરમુખત્યારશાહી સામે છે. અમારી પાસે પીએમ પદ માટે ઘણા ઉમેદવારો છે. પછી તે રાહુલ ગાંધી હોય કે, પ્રિયંકા ગાંધી, તેમાથી કોઈપણ એક બનશે.
19મી ડિસેમ્બરે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. તેમાં 28 પાર્ટીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પશ્ચિમ બગાળના સીએમ મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ગઠબંધનના વડાપ્રધાન પદના દાવેદાર તરીકે પ્રસ્તાવ મૂક્યો હતો. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. બાદમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં નીતિશ કુમારની ગેરહાજરી અંગે અટકળો તેજ થવા લાગી હતી. અહેવાલ વહેતા થયા હતા કે,તેઓ નારાજ થઈને બેઠક જલદી છોડીને જતા રહ્યા હતા.
હવે ઈન્ડિયાગઠબંધનની બેઠકના છ દિવસ બાદ નીતિશ કુમારે આ અંગે મૌન તોડ્યું અને તે દિવસે બેઠકમાં શું થયું હતું તેની ક્રમિક માહિતી આપી છે. નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે મારી કોઈ ઈચ્છા નહોતી. સંયોજક બનાવવાની વાત આવી ત્યારે મેં પોતે કહ્યું કે મારી કોઈ ઈચ્છા નથી. અમે ઈચ્છીએ છીએ કે દરેક એક સાથે રહે. નારાજગી જેવી બાબતો ખોટી છે અને જરા પણ ગુસ્સો નથી.

Total Visiters :81 Total: 986942

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *