લોટની ગુણવત્તા માપદંડની સમજ માટે આશિર્વાદ લોટની ખાસ પહેલ

Spread the love

આશિર્વાદે પારદર્શિતા અને વિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિગત ‘ક્વોલિટી સર્ટિફિકેટ’ રજૂ કર્યું


મુંબઈ
ભારતની નંબર વન લોટ બ્રાન્ડ આશિર્વાદે એક નોંધપાત્ર પહેલ હેઠળ તેના નવા ‘લીખ કે લે લો’ અભિયાનનું અનાવરણ કર્યું હતું, જેનો હેતુ ગ્રાહકોને લોટના નિર્ણાયક ગુણવત્તા માપદંડોની વિગતવાર સમજ સાથે સશક્ત બનાવવાનો છે. જે તેમને એક માહિતીસભર પસંદગી કરવામાં મદદ કરશે.
આજના ગ્રાહકો તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા ખાદ્ય ઉત્પાદનો અંગે અગાઉ કરતાં ઘણાં સભાન છે અને ઘણીવાર તેની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે તેમાં રહેલાં ઘટકો, સ્રોત વગેરે વિશે માહિતી મેળવે છે. લોટ જેવી ખાદ્ય કેટેગરી કે જેમાં મોટાભાગના પરિવારો હજી પણ અનબ્રાન્ડેડ ફોર્મેટનો વપરાશ કરી રહ્યા છે, ત્યારે ગ્રાહકોના મનમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવા અને તેમનામાં રહેલાં કોઈ પણ પ્રકારના ડરને દૂર કરવા આશિર્વાદે ઉદ્યોગમાં પ્રથમ વાર લોટ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા ઘઉંની ગુણવત્તા, તે કેટલાં સ્વચ્છ છે અને તેમાં કેટલો મેંદો ઉમેરવામાં આવ્યો છે તે સહિતની તેમની ચિંતાઓ દૂર કરવા આ પહેલ હાથ ધરી છે.
બ્રાન્ડેડ લોટ સેગમેન્ટમાં એક જવાબદાર માર્કેટ લીડર તરીકે, આશિર્વાદ પારદર્શિતા અને વિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિગત ‘ક્વોલિટી સર્ટિફિકેટ’ રજૂ કરે છે. આશિર્વાદ શુદ્ધ ચક્કી આટાનું દરેક પેક ક્યૂઆર કોડ સાથે આવે છે, જે ગ્રાહકોને તેમના પોતાના આટા પેકને લગતી માહિતી પૂરી પાડશે, જે બ્રાન્ડ્સની બેજોડ ગુણવત્તાની પ્રતિજ્ઞાને મજબૂત બનાવશે.

આ અભિયાન અંગે માહિતી આપતા આઈટીસી ફૂડ્સના સ્ટેપલ્સ એન્ડ એડજેન્સીસના સીઓઓ અનુજ કુમાર રસ્તોગીએ જણાવ્યું હતું કે, ‘લીખ કે લે લો’ અભિયાન સાથે જ આશિર્વાદના ગુણવત્તા અને શુદ્ધતાના વારસાએ એક નવી હરણફાળ ભરી છે. તે સર્વોત્તમ ગુણવત્તા ધરાવતો ઘઉંનો લોટ ઉપલબ્ઘ બનાવવાની અમારી અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સર્ટિફિકેટ અમારા ગ્રાહકોને દરેક સ્તરે ગુણવત્તાના ધોરણોની ખાતરી પૂરી પાડવાની સાથે સાથે જ તેમની વર્તમાન પસંદગી અંગેની માહિતી ઉપલબ્ધ બનાવે છે. અમારું માનવું છે કે આ પહેલ ગ્રાહકોની અપેક્ષાઓને પુનઃવ્યાખ્યાયિત કરવાની સાથે સાથે જ, ઉદ્યોગમાં નવા માપદંડ સ્થાપિત કરશે.

Total Visiters :70 Total: 1010805

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *