ઓસ્ટ્રેલિયન બેટર ડેવિડ વોર્નરની વન-ડેમાંથી પણ નિવૃત્તી

Spread the love

સિડનીમાં 3 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાનાર ટેસ્ટ મેચ તેના કરિયરની અંતિમ ટેસ્ટ મેચ હશે


મેલબોર્ન
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા જ દિવસે એક મોટું એલાન કર્યું છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું કે તે વનડે ક્રિકેટમાંથી પણ સન્યાસ લઇ રહ્યો છે. જણાવી દઈએ કે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય તેણે પહેલા જ લઇ લીધો હતો. સિડનીમાં 3 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાનાર ટેસ્ટ મેચ તેના કરિયરની અંતિમ ટેસ્ટ મેચ હશે.
ડેવિડ વોર્નરે પહેલા જ એલાન કરી દીધો હતો કે પાકિસ્તાન સામે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ તેના કરિયરની અંતિમ ટેસ્ટ સીરિઝ હશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેને આ ટેસ્ટ સીરિઝની અંતિમ ટેસ્ટ મેચમાં ખાસ વિદાય આપવાની તૈયારી પણ કરી રહ્યું છે. આ દરમિયાન વોર્નરના આજે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના એલાનથી ક્રિકેટ જગત ચોંકી ગયું છે. જો કે તેણે એ પણ કહ્યું કે જો તે બે વર્ષમાં ટી20 ક્રિકેટ રમતા ફિટ રહે છે અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તેની જરૂરત પડશે તો તે વનડે ક્રિકેટમાં વાપસી જરૂર કરશે.
ડેવિડ વોર્નરે કહ્યું, ‘હું ચોક્કસપણે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. વર્લ્ડ કપ દરમિયાન જ મેં આ વિશે વિચાર્યું હતું. આજે મેં નક્કી કર્યું છે કે ક્રિકેટના આ ફોર્મેટને પણ અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. આ નિર્ણય બાદ મને વિશ્વભરની ટી20 લીગમાં રમવાની તક મળશે. હું જાણું છું કે ચેમ્પિયન્સ ટ્રોફી નજીક છે. જો હું આગામી બે વર્ષમાં સારું ક્રિકેટ રમતો રહીશ અને ઓસ્ટ્રેલિયાને મારી જરૂર પડશે તો હું ઉપલબ્ધ રહીશ.’
ડેવિડ વોર્નરના નામે વનડે ક્રિકેટમાં 6932 રન છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 161 વન-ડે મેચ રમી છે. તે બે વખત વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ પણ રહ્યો છે. વોર્નરની વન-ડેમાં બેટિંગ એવરેજ 45.30 અને સ્ટ્રાઈક રેટ 97.26ની રહી છે. આ દરમિયાન તેણે 22 સદી પણ ફટકારી છે.

Total Visiters :190 Total: 1469268

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *