રામમંદિર સમારોહ માટે રામભક્તોને જ આમંત્રણ અપાયાઃ આચાર્ય

એ કહેવુ સંપૂર્ણપણે ખોટું છે કે ભાજપ ભગવાન રામના નામ પર લડી રહી છે


નવી દિલ્હી
ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવુ છે કે સમારોહના આમંત્રણ માત્ર રામ ભક્તોને જ મોકલવામાં આવે છે. આ સિવાય તેમણે રાજ્યસભા સાંસદ સંજય રાઉત પર પણ નિશાન સાધ્યુ છે અને રામ ભગવાનના અપમાનના આરોપ લગાવ્યા છે. ઉદ્ધવ ઠાકરેનું કહેવુ હતુ કે તેમને રામ મંદિર ઉદ્ઘાટન સમારોહનું આમંત્રણ મળ્યુ નથી.
આમંત્રણ માત્ર તેમને જ મોકલવામાં આવ્યા છે, જેઓ ભગવાન રામના ભક્ત છે. એ કહેવુ સંપૂર્ણપણે ખોટુ છે કે ભાજપ ભગવાન રામના નામ પર લડી રહી છે. આપણા વડાપ્રધાનને દરેક સ્થળે સન્માન મળી રહ્યુ છે. તેમણે પોતાના કાર્યકાળમાં ખૂબ કામ કર્યું છે. આ રાજકારણ નથી. આ તેમનું સમર્પણ છે.
આ દરમિયાન તેમણે સંજય રાઉતના નિવેદન પર પણ પ્રશ્ન ઉઠાવ્યા. આચાર્યએ કહ્યુ, સંજય રાઉત એટલા દુ:ખમાં છે કે તેઓ વ્યક્ત પણ કરી શકતા નથી. તેઓ જ હતા જેઓ ભગવાન રામના નામ પર ચૂંટણી લડતા હતા. જે લોકો ભગવાન રામમાં વિશ્વાસ કરે છે, સત્તામાં છે, તેઓ કેવો બકવાસ કરી રહ્યા છે, તેઓ ભગવાન રામનું અપમાન કરી રહ્યા છે. સંજય રાઉતે કહી દીધુ હતુ કે હવે ભાજપ તરફથી ભગવાન રામને પોતાના ઉમેદવાર બનાવવાનું બાકી છે.
સંજય રાઉતે કહ્યુ હતુ, વડાપ્રધાન કાર્યાલય અને સરકારે પોતાનો બેઝ અયોધ્યામાં શિફ્ટ કરી દેવો જોઈએ. તેઓ માત્ર રામના નામ પર વોટ માંગશે, કેમ કે તેમણે કંઈ બીજુ કર્યું નથી. તેમણે કહ્યુ, બાલાસાહેબ ઠાકરે અને હજારો શિવસૈનિકોએ આમાં યોગદાન આપ્યુ છે. 22 જાન્યુઆરીએ રામલલા અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે.

Total Visiters :151 Total: 1488458

By Admin

Leave a Reply