દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી છે, આપના રાષ્ટ્રીય સંયોજક તરીકે હું તેમાં વ્યસ્ત છું, દિલ્હીના મુખ્યમંત્રી હોવાના કારણે હું 26 જાન્યુઆરીની તૈયારીમાં પણ વ્યસ્ત છુઃ કેજરીવાલ
નવી દિલ્હી
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઈઝ પોલિસી મામલે પૂછપરછ માટે ત્રીજી વખત ઈડી સમક્ષ હાજર નથા થયા. આ સાથે જ કેજરીવાલે ઈડીના સમન્સનો જવાબ આપતા કહ્યું છે કે, દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે હું તેમાં વ્યસ્ત છું. દિલ્હીના મુખ્યમંત્રી હોવાના કારણે હું 26 જાન્યુઆરીની તૈયારીમાં પણ વ્યસ્ત છું પરંતુ જો તમે સવાલોની યાદી મોકલવા માંગતા હોય તો હું તેનો જવાબ આપીશ.
કેજરીવાલે ઈડીને આપેલા જવાબમાં બીજું શું કહ્યું….
- હું આશ્ચર્યચકિત છું કે તમે મારા દ્વારા ઉઠાવેલા વાંધાઓનો જવાબ ન આપ્યો અને અગાઉના સમન્સ જેવું જ સમન્સ ફરીથી પાઠવ્યું.
- હું એ માનું છું કે, તમારી પાસે આ સમન્સનું કોઈ જસ્ટિફિકેશન નથી.
- ઈડીનો વ્યવહાર મનસ્વી અને બિન પારદર્શક છે.
- પહેલાની જેમ જ હું ફરીથી કહું છું કે, હું કાયદાનું સમ્માન કરું છું અને તપાસમાં સહયોગ આપવા માટે તૈયાર છું.
- તમારું મૌન નિહિત સ્વાર્થની પુષ્ટિ કરે છે.
- હું એવા ઘણાં મામલા વિશે જાણું છું જેમાં ઈડી સમન્સ મેળવનાર વ્યક્તિના પૂછવા પર વિગતવાર સ્પષ્ટીકરણ આપે છે.
- હું ફરીથી માંગ કરું છું કે, તમે મારા સવાલોના જવાબ આપો જેથી કરીને હું આ તપાસના ઉદ્દેશ્ય વિસ્તારને યોગ્ય રીતે સમજી શકું.
- દરેક વખતે સમન્સ મારા સુધી પહોંચતા પહેલા મીડિયામાં પહોંચી જાય છે. તેનાથી સવાલ ઉઠે છે કે, આ સમન્સનો ઉદ્દેશ્ય કોઈ તપાસ કરવાનો છે કે, પછી મારી પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો છે.
- દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે હું તેમાં વ્યસ્ત છું
Total Visiters :162 Total: 1488174