ગુજરાતમાં પેટ્રોલ 84 પૈસા મોંઘું થયું, ડિઝલના ભાવ યથાવત

Spread the love

મહારાષ્ટ્રમાં પેટ્રોલ 11 પૈસા અને ડીઝલ 12 પૈસા સસ્તું થયું અને જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ-ડીઝલની કિમ્મતમાં ઘટાડો

નવી દિલ્હી

ઈઝરાયલ અને હમાસ તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો પર પડી રહી છે અને તેમા મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે સવારે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆ) ક્રૂડ નજીવા વધારા સાથે 70.75 ડૉલર પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું હતું જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઘટીને 75.89 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયું હતું. દેશમાં સવારે 6 વાગ્યે ઈંઘણના ભાવમાં સુધારો થતા ફેરફાર થાય છે ત્યારે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે.

આ નવા ભાવ મુજબ ગુજરાતમાં પેટ્રોલ 84 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આ ઉપરાંત પંજાબમાં પેટ્રોલ 51 પૈસા, ડીઝલ 48 પૈસા તેમજ મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ગોવામાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે, જો કે મહારાષ્ટ્રમાં પેટ્રોલ 11 પૈસા અને ડીઝલ 12 પૈસા સસ્તું થયું છે અને જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ-ડીઝલની કિમ્મતમાં ઘટાડો થયો છે.

નવા બદલાયેલા ભાવ પ્રમાણે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 અને ડીઝલ 90.08,  મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27, કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76, ચેન્નઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 રૂપિયા પ્રતિ લીટર થયો છે.

દેશમાં દરરોજ સવારે 6 વાગ્યે ઈંધણના ભાવ બદલાય છે અને  પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેરાયા બાદ તેની મૂળ કિંમત કરતા ભાવ લગભગ બમણો થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ-ડીઝલ આપણે મોંઘા ભાવ હોવા છતાં પણ ખરીદવું પડે છે.

Total Visiters :159 Total: 1469412

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *