યુએસ દ્વારા નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણની શંકાએ સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

આ સંવેદનશીલ મામલામાં સરકાર જ યોગ્ય નિર્ણય લઈ શકે છે, કોર્ટ તેમાં દખલ ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ


નવી દિલ્હી
અમેરિકામાં ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના કેસમાં આરોપી નિખિલ ગુપ્તા ચેક રિપબ્લિક ની જેલમાં બંધ છે. હવે આ મામલે નિખિલના પરિવારે ભારતની સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. પરિવારે નિખિલને અમેરિકા દ્વારા પ્રત્યાર્પણ કરવાની આશંકા વ્યક્ત કરી મદદ માંગી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સંવેદનશીલ મામલામાં સરકાર જ યોગ્ય નિર્ણય લઈ શકે છે, કોર્ટ તેમાં દખલ ન કરી શકે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, વિદેશી અદાલતોના અધિકાર ક્ષેત્રનું સન્માન કરવું પણ જરૂરી છે. કોર્ટે કહ્યું કે, ‘આ એક સંવેદનશીલ મામલો છે અને ભારત સરકાર નિર્ણય કરશે કે, આ મામલમાં કેવી રીતે આગળ વધવાનું છે. અમે જાહેર આંતરરાષ્ટ્રીય કાયદો અને અદાલતોના સહયોગને ધ્યાને રાખી આ મામલે દખલ ન કરી શકીએ.’
પન્નુની હત્યાના ષડયંત્રના કેસમાં નિખિલ ગુપ્તા હાલ ચેક રિપબ્લિકની જેલમાં બંધ છે. અમેરિકાએ તેના પ્રત્યાર્પણની માંગ કરી છે. પરિવારને ડર છે કે, અમેરિકામાંથી નિખિલને મુક્ત કરવાવો ખુબ જ મુશ્કેલ છે.
દિલ્હીના બિઝનેસમેન નિખિલ ગુપ્તાની 2023માં ચેક રિપબ્લિકમાં ધરપકડ કરાઈ હતી. અમેરિકાએ તેના પર આક્ષેપ કર્યો છે કે, તેણે અમેરિકાની ધરતી પર પન્નૂની હત્યાનું ષડયંત્ર રચ્યું છે. તે એક સરકારી એજન્ટ સાથે કામ કરી રહ્યો છે અને પન્નૂની હત્યા કરવા એક હિટમેનને કામ પર રાખ્યો હતો, જે ખરેખર અંડરકવર પોલીસ અધિકારી હતો. આ મામલે ભારતે પણ અમેરિકાના આક્ષેપોની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ માટે એક સમિતિની રચના કરી છે.
નિખિલ ગુપ્તાના પરિવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા. પરિવારનું કહેવું છે કે, નિખિલને જેલમાં માંસ અને સૂવર ખાવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો છે. અરજીમાં કહેવાયું છે કે, નિખિલની ધરપકડમાં શરૂઆતથી જ ગોટાળા છે. વૉરંટ દેખાડ્યા વગર ધરપકડ કરાઈ છે. સ્થાનિક ચેક રિપબ્લિકન અધિકારીઓના બદલે અમેરિકી એજન્ટો દ્વારા તેની ધરપકડ કરાઈ છે.

Total Visiters :123 Total: 1488160

By Admin

Leave a Reply