ધોરણ 10 અને 12 બંનેની બોર્ડ પરીક્ષાઓ એક જ વખતમાં આયોજિત કરવામાં આવશે, શિફ્ટ-તમામ દિવસે સવારે 10.30થી બપોરે 1.30 વાગ્યા સુધી રહેશે
નવી દિલ્હી
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) એ નવો સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2024 નો ટાઈમટેબલ જાહેર કરી દીધો છે. અમુક વિષયના પેપરમાં પરિવર્તન સાથે સીબીએસઈએ નવો ટાઈમટેબલ જાહેર કર્યો છે. જે પણ વિદ્યાર્થી સીબીએસસી બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા આપવાના છે તેઓ સીબીએસઈની વેબસાઈટ પર જઈને સીબીએસઈ ધોરણ-10 અને 12નો ટાઈમટેબલ ડાઉનલોડ કરી શકે છે.
સીબીએસઈ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 13 માર્ચ 2024એ પૂર્ણ થશે અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ શરૂ થશે અને 2 એપ્રિલ 2024એ પૂર્ણ થશે. ધોરણ 10 અને 12 બંનેની બોર્ડ પરીક્ષાઓ એક જ વખતમાં આયોજિત કરવામાં આવશે. શિફ્ટ-તમામ દિવસે સવારે 10.30થી બપોરે 1.30 વાગ્યા સુધી.
નવા ટાઈમ ટેબલ અનુસાર અમુક પેપરની પરીક્ષાની તારીખોમાં કેટલાક પરિવર્તન કરવામાં આવ્યા છે. ધોરણ 10નું જે પેપર 4 માર્ચ 2024એ આયોજિત થવાનું હતુ તે બદલી દેવામાં આવ્યુ છે અને હવે આ 23 ફેબ્રુઆરી 2024એ યોજાશે. ધોરણ 10નું જે પેપર 16 ફેબ્રુઆરીએ હતુ તે હવે 28 ફેબ્રુઆરી 2024એ યોજાશે. આ રીતે ધોરણ 12 માટે ફેશન સ્ટડીસ જે 11 માર્ચે હતુ તેને બદલી દેવાયુ અને હવે 21 માર્ચ 2024એ યોજાશે.
આ રીતે ડાઉનલોડ કરો ટાઈમ ટેબલ
જે વિદ્યાર્થી આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે. તેઓ નીચે આપવામાં આવેલા તબક્કાનું પાલન કરીને નવો ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકે છે.
સૌથી પહેલા સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જાવ.
હોમ પેજ પર ધોરણ 10 કે ધોરણ 12 માટે સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2024 નવા ટાઈમટેબલ પર ક્લિક કરો.
જે બાદ એક નવી પીડીએફ ફાઈલ ખુલશે જ્યાં વિદ્યાર્થી તારીખો જોઈ શકે છે.
પેજ ડાઉનલોડ કરો અને આગળની જરૂરિયાત માટે તેની એક હાર્ડ કોપી પોતાની પાસે રાખો.
વધુ સંબંધિત માહિતી માટે ઉમેદવાર સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ જોઈ શકે છે.