યશના કટઆઉટ લગાવતા સમયે કરંટથી ત્રણનાં મોત

Spread the love

આ ઘટનામાં અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા


નવી દિલ્હી
સાઉથના સુપરસ્ટાર યશને આજે કોઈ ઓળખની જરૂર નથી. અભિનેતાએ માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર દેશમાં ચાહકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવી લીધુ છે. દેશભરમાં તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ પણ છે. ‘કેજીએફ’ ફેમ યશ આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને હંમેશાની જેમ આ વર્ષે પણ તેના ચાહકો બર્થ ડે સેલિબ્રેશન માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ વચ્ચે એક્ટર યશના ચાહકોને લઈને એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. એક્ટરના ત્રણ ચાહકો તેના જન્મદિવસની તૈયારી કરી રહ્યા તે દરમિયાન તેમના મોત થઈ ગયા છે.
સુપરસ્ટાર યશના બર્થ ડે સેલિબ્રેશનની તૈયારીમાં તેમના ચાહકો એક દિવસ અગાઉથી જે તૈયારીઓ શરૂ કરી દે છે. ત્યારે એક્ટર યશના બર્થ ડે સેલિબ્રેશનની તૈયારી કરી રહેલા ત્રણ યુવકોના મોત થઈ ગયા છે. ‘કેજીએફ’ ફેમ યશનું કટ-આઉટ લગાવતી વખતે કરંટ લાગવાના કારણે ત્રણ યુવકોના મોત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનામાં અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કટ આઉટ વીજળીના તારને અડી જતાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
કેજીએફ ફેમ અભિનેતા યશના જન્મદિવસને લઈને ઉત્સાહિત ચાહકોના કટ આઉટ લગાવતી વખતે ઈલેક્ટ્રિક શોકને કારણે મૃત્યુ પામ્યા છે. આ દુર્ઘટના ગડગ જિલ્લાના લક્ષ્મેશ્વર તાલુકાના સુરંગી ગામમાં અડધી રાત્રે બની હતી. આ ઘટનામાં હનમંતા હરિજન (21), મુરલી નદાવિનમણિ (20), નવીન ગાઝી (19)નું ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ છે. જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે લક્ષ્મેશ્વર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Total Visiters :191 Total: 1469136

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *