જાપાનમાં ફરી એક વખત 6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Spread the love

ભૂકંપ બાદ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી


નવી દિલ્હી
વિનાશક ભૂકંપ બાદ જાપાનની ધરા ફરી એક વખત ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી છે. જીએફઝેડ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું હતું કે, મંગળવારે જાપાનના હોન્શુના પશ્ચિમ કાંઠે રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે ભૂકંપ બાદ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ અગાઉ રવિવારે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ વર્ષની શરૂઆત જાપાન માટે સારી નથી રહી. નવા વર્ષના પ્રથમ દિવસે જ વિનાશક ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.
નવા વર્ષના પ્રથમ દિવસે જ જાપાનમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. 7.6ની તીવ્રતા વાળા ભૂકંપે દેશભરમાં તબાહી મચાવી દીધી હતી. સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું હતું અને આ સાથે જ આગામી સમયમાં વધુ ભૂકંપ આવવાની આશંકા વ્યક્ત કરી હતી. 1 જાન્યુઆરીના રોજ આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 126 લોકોના મોત થઈ ચૂક્યા છે.

Total Visiters :138 Total: 1469452

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *