– એયુ સ્વદેશ સેવિંગ એકાઉન્ટ ગ્રાહકોને ડિજિટલ સમાવેશને આગળ વધારવા માટે AU0101 દ્વારા ડેબિટ કાર્ડ ખર્ચ, બિલ ચૂકવણી, ઇંધણ ખર્ચ અને રિચાર્જ પર 5% કેશબેકની સુવિધા પૂરી પાડે છે
– એયુ સ્વદેશ કરંટ એકાઉન્ટ બિઝનેસ સાયકલની સિઝનાલિટીને ધ્યાનમાં લેતા બેલેન્સ મેઇન્ટેનન્સ અને માસિક વ્યવહારોના સંદર્ભમાં સંપૂર્ણ સુગમતા પ્રદાન કરે છે
મુંબઈ
ભારતની સૌથી મોટી એસએફબી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક (એયુ એસએફબી) સ્વદેશ શાખાઓમાં ગ્રાહકો માટે વિશિષ્ટ રીતે રચાયેલ બે વિશિષ્ટ એકાઉન્ટ્સ લોન્ચ કરતા ખુશી અનુભવે છે. ‘એયુ સ્વદેશ સેવિંગ્સ એકાઉન્ટ’ અને ‘એયુ સ્વદેશ કરંટ એકાઉન્ટ’ નામની આ બે વિશેષ પ્રોડક્ટ્સ દેશના ગ્રામીણ અને અર્ધ-શહેરી વર્ગના ગ્રાહકોને નવીન, ગ્રાહક કેન્દ્રિત, બેન્કિંગ સોલ્યુશન્સ પૂરા પાડવા તથા ટેકનોલોજી અને ડિજિટલ બેન્કિંગના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના સમર્પણને દર્શાવે છે.
એયુ સ્વદેશ સેવિંગ્સ એકાઉન્ટ ઊંચા વ્યાજદરો ઉપરાંત બેંકના વ્યવહારોને ગ્રાહકો માટે સરળ બનાવવા પર જ નહીં પરંતુ તે તેમના માટે લાભદાયી રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ડિજિટલ સમાવેશને આગળ વધારવા માટે AU0101 દ્વારા ડેબિટ કાર્ડ ખર્ચ (ઇંધણ ખર્ચ સહિત), બિલ ચૂકવણી અને રિચાર્જ પર 5% કેશબેક ઓફર કરે છે. રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ દ્વારા સંચાલિત, તે ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરે છે, રૂ. 2 લાખનો પર્સનલ એક્સિડેન્ટ તથા રૂ. 5 લાખનો એર એક્સિડેન્ટ કવર પૂરું પાડે છે, સાથે કોમ્પ્લીમેન્ટ્રી એરપોર્ટ લાઉન્જ એક્સેસ પણ આપે છે. આ સેવિંગ્સ એકાઉન્ટ ગ્રાહકોને સેવિંગ્સ એકાઉન્ટ અથવા ફિક્સ્ડ ડિપોઝિટમાં બેલેન્સ જાળવવા માટે સુગમતા પણ પ્રદાન કરે છે. તેઓ સેવિંગ્સ એકાઉન્ટમાં સરેરાશ ત્રિમાસિક બેલેન્સ (એક્યુબી) રૂ. 10,000 જાળવી શકે છે અથવા રૂ. 1 લાખની ફિક્સ ડિપોઝીટ પસંદ કરી શકે છે.
ગ્રામીણ પ્રદેશોમાં કરંટ એકાઉન્ટ્સ માટે, એક સામાન્ય પડકાર ઊભો થાય છે જ્યાં બિઝનેસ મોસમ આધારિત હોય છે, વધુને વધુ શ્રમનો સમયગાળો હોય છે, વધુ રોકડ વ્યવહારો અને ત્યારબાદ સુસ્તીનો સમયગાળો આવે છે જેના લીધે વારંવાર મિનિમમ બેલેન્સ જાળવવામાં મુશ્કેલી પડે છે, જેનાથી ચાર્જીસ લાગુ થાય છે અને વિસંગતતા ઊભી થાય છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આ પ્રકારના આર્થિક વ્યવહારોની પેટર્ન અને સેગમેન્ટ-સંબંધિત જરૂરિયાતોને ધ્યાનમાં લઈને એયુ સ્વદેશ કરંટ એકાઉન્ટ તૈયાર કરીને આ મુદ્દાને ઉકેલવા માટે એક નક્કર પ્રયાસ કર્યો છે. આ કરંટ એકાઉન્ટ કોઈપણ ફરજિયાત મિનિમમ બેલેન્સની જરૂરિયાત વિના, ડેબિટ કાર્ડ ખર્ચ અને ડિજિટલ વ્યવહારો પર માસિક કેશબેક સાથે, બેલેન્સ મેઇન્ટેનન્સ અને માસિક વ્યવહારોના સંદર્ભમાં ફ્લેક્સિબિલિટી પ્રદાન કરે છે.
એયુ સ્વદેશ કરંટ એકાઉન્ટ અગાઉના મહિનાના જાળવવામાં આવેલા એવરેજ મંથલી બેલેન્સ (એએમબી) કરતાં 15 ગણી રોકડ ડિપોઝિટ મર્યાદા પણ પ્રદાન કરે છે, જેમાં અન્ય સુવિધાઓ જેવી કે દર મહિને 150 મફત ચેક લીવ્સ, સીમલેસ પેમેન્ટ્સ અને 20થી વધુ ફ્રી બેન્કિંગ સેવાઓ. આ એકાઉન્ટ સાથે વિઝા પ્લેટિનમ બિઝનેસ ડેબિટ કાર્ડ મળે છે, જે હાઇ ટ્રાન્ઝેક્શન લિમિટ, પરચેઝ પ્રોટેક્શન, ઉચ્ચ ઇન્શ્યોરન્સ કવરેજ અને સમગ્ર ભારતમાં અગ્રણી બ્રાન્ડ્સમાં વિશિષ્ટ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે.
સ્વદેશ સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ્સની રજૂઆત પર, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉત્તમ ટિબ્રેવાલે જણાવ્યું હતું કે, “અમારા મૂલ્યવાન સ્વદેશ ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવા માટે અનન્ય રીતે રચાયેલ એયુ સ્વદેશ સેવિંગ્સ એકાઉન્ટ અને એયુ સ્વદેશ કરંટ એકાઉન્ટ લોન્ચ કરવાની જાહેરાત કરતાં અમને આનંદ થાય છે. આ એકાઉન્ટ્સ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સુલભ બેન્કિંગ સોલ્યુશન્સ ઓફર કરીને નાણાંકીય અને ડિજિટલ સમાવેશને પ્રોત્સાહન આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમારું માનવું છે કે આ ઓફરિંગ અમારા ગ્રાહકોને સશક્ત બનાવશે અને તેમના બેન્કિંગ અનુભવને વધુ ઊંચાઈ પર લઈ જશે.”
શ્રી ટિબ્રેવાલે વધુમાં ઉમેર્યું હતું કે, “એયુ સ્વદેશ સેવિંગ્સ એકાઉન્ટ અને એયુ સ્વદેશ કરંટ એકાઉન્ટ બનાવતી વખતે, અમારું પ્રાથમિક ધ્યેય ભારતના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કિંગ ગ્રાહકોને સશક્ત બનાવવાનું હતું. બંને વિશિષ્ટ એકાઉન્ટ્સ ગ્રાહકોને એવા ક્ષેત્રોમાં પૂરતી સુગમતા પૂરી પાડે છે જ્યાં નાણાંકીય સંસાધનો મોસમ પ્રમાણે બદલાઈ શકે છે, તેમને તેમના ફંડનું અસરકારક રીતે સંચાલન કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. આનાથી બેન્કિંગ ગ્રાહકો પરની બેલેન્સની કડક શરતોનો બોજ તો દૂર થાય છે, સાથેસાથે તેમને બેન્કિંગ ઇકોસિસ્ટમમાં વધુ સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરે છે.”
સપ્ટેમ્બર 2023માં, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોની વ્યાપક જાણકારી અને નાણાંકીય સમાવેશકતા તથા ભારતના ખેડૂતો, સ્વ-રોજગારી ધરાવતા લોકો તેમજ સૂક્ષ્મ સાહસો માટે તેના વ્યાપક 360-ડિગ્રી સોલ્યુશન્સનો ઉપયોગ કરવા વ્યૂહાત્મક રીતે સ્વદેશ બેન્કિંગ વર્ટિકલની સ્થાપના કરી હતી. તેને સાર્થક કરવા માટે, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે તેની ગ્રામીણ શાખાઓ, બેન્કિંગ આઉટલેટ્સ, બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ્સ, નાણાંકીય અને ડિજિટલ સમાવેશ એકમ, અને નાના અને સીમાંત ખેડૂત (એસએમએફ) ધિરાણ એકમોને એકીકૃત છત્ર અને નેતૃત્વ હેઠળ એકીકૃત કર્યા છે, જેનો હેતુ બેંકના ગ્રાહકોના સમગ્ર લાભને વધારવાનો છે.