પાક.માં સૈન્યની ગાડીને ઊડાડી દેતાં પાંચ સૈનિકનાં મોત

આ ઘટના બની હતી ત્યાં દાયકાઓથી રહેતા સ્થાનિકોમાં પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ ભારે રોષની સ્થિતિ જોવા મળી રહી છે

કરાંચી

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સૈન્યની એક ગાડી ભયંકર બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાડી દેવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાની માહિતી મળી રહી છે. આ ઘટના બલૂચિસ્તાનના કેચ પ્રાંતમાં બની હતી. 

માહિતી અનુસાર જ્યાં આ ઘટના બની હતી ત્યાં દાયકાઓથી રહેતા સ્થાનિકોમાં પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ ભારે રોષની સ્થિતિ જોવા મળી રહી છે. અહેવાલ અનુસાર સૈન્યની ગાડી પર આઈઈડી બ્લાસ્ટ વડે ઉડાડી નખાઈ હતી. સૈન્યએ કહ્યું કે આ બ્લાસ્ટમાં 5 સૈનિકો માર્યા ગયા હતા. હાલમાં આતંકીઓને શોધી કાઢવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

બલૂચિસ્તાનના મુખ્યમંત્રી મીર અલી મરદાન ખાન દોમકીએ સૈનિકોની મોત પર શોક વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનના અમુક સેનેટરોએ સુરક્ષાને જોતા ચૂંટણી ટાળવાની માગ કરી હતી. પાક. સેનાએ દાવો કર્યો હતો કે તેણે 4 લોકોને ઠાર માર્યા છે જે કથિતરૂપે આ હુમલામાં સામેલ હતા. 

Total Visiters :90 Total: 1488398

By Admin

Leave a Reply