ટાઇટન, આઈટીસી, ટાટા સ્ટીલ અને મારુતિ સુઝુકીના શેરના ભાવમાં ઊછાળો, એચસીએલ ટેક, વિપ્રો, એનટીપીસી અને આરઆએલના શેર તૂટ્યા
મુંબઈ
શેરબજારનો કારોબાર મંગળવારે નબળાઈ સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 199 પોઈન્ટ ઘટીને 73,128 ના સ્તરે બંધ થયો જ્યારે નિફ્ટી 69 પોઈન્ટ ઘટીને 22028 ના સ્તર પર બંધ થયો. મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત લાલ રંગમાં થઈ હતી, જ્યારે તેનો અંત પણ લાલ રંગમાં જ થયો હતો. મંગળવારે શેરબજારના ટ્રેડિંગ દરમિયાન, ટાટા સ્ટીલના શેર 1.66 ટકાના વધારા સાથે બંધ થયા જ્યારે ટાઇટનના શેર 1.53 ટકાના વધારા સાથે બંધ થયા. એચસીએલ ટેક અને વિપ્રોના શેરમાં લગભગ બે ટકાની નબળાઈ નોંધાઈ છે.
મંગળવારે તમામ નિફ્ટી ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટી મિડકેપ 100, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં નબળાઈ નોંધાઈ હતી. જો શેરબજારમાં ઉછાળો નોંધાતા શેરોની વાત કરીએ તો તેમાં ટાઇટન, આઈટીસી, ટાટા સ્ટીલ અને મારુતિ સુઝુકીના શેરનો સમાવેશ થાય છે, જ્યારે જે કંપનીઓને નુકસાન થયું છે તેમાં એચસીએલ ટેક, વિપ્રો, એનટીપીસી અને આરઆએલના શેરનો સમાવેશ થાય છે.
શેરબજારનો કારોબાર મંગળવારે નબળાઈ સાથે સમાપ્ત થયો. જો આપણે શેરબજારના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપતી કંપનીઓ વિશે વાત કરીએ તો, બ્રાન્ડ કોન્સેપ્ટ, એનએમડીસી લિમિટેડ, ટાટા મોટર્સ, દેવયાની ઈન્ટરનેશનલ, ઓએનજીસી, એચડીએફસી બેન્ક અને એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝના શેર ઉછળતા બંધ થયા જ્યારે આસીઆસીઆ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, નેસ્લે, સ્ટોવ ક્રાફ્ટ, એચડીએફસી લાઈફ, ગ્લોબલ સ્પિરિટ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઓમ ઈન્ફ્રા, પટેલ એન્જિનિયરિંગ, યુનિપાર્ટ્સ ઈન્ડિયા, કામધેનુ લિમિટેડ, એન્જિનિયર્સ ઈન્ડિયા અને જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસના શેર નબળાઈ સાથે બંધ થયા છે.
ગૌતમ અદાણી ગ્રુપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેર મંગળવારે નબળાઈ પર બંધ થયા હતા. એનડીટીવીના શેરમાં મહત્તમ 2.52 ટકાની નબળાઈ નોંધાઈ હતી જ્યારે અંબુજા સિમેન્ટ 0.51 ટકાના સૌથી ઓછા નુકસાન સાથે બંધ રહ્યો હતો.