· નાણાકીય વર્ષ 2024માં જીડીપીઆઈમાં 16.5 ટકાની વૃદ્ધિ થઈ છે જે ઉદ્યોગના 14 ટકા કરતાં વધુ છે
કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) નાણાકીય વર્ષ 2024ના પહેલા નવ માસિકમાં રૂ. 187.03 અબજ નોંધાઈ છે, જે નાણાકીય વર્ષ 2023ના પહેલા નવ માસિકમાં રૂ. 160.48 અબજની સરખામણીમાં 16.5%ની વૃદ્ધિ હતી, જે 14.0% ની ઉદ્યોગની વૃદ્ધિ કરતાં વધુ છે. પાક અને સામૂહિક આરોગ્યને બાદ કરતાં, કંપનીની જીડીપીઆઈ વૃદ્ધિ 15.6% હતી, જે નાણાકીય વર્ષ 2024ના પહેલા નવ માસિકમાં ઉદ્યોગની 15.2%ની વૃદ્ધિ કરતાં વધુ છે .
O નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિકમાં કંપનીની જીડીપીઆઈ રૂ. 62.30 અબજ નોંધાઈ છે જે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 54.93 અબજ હતી જે 13.4% ની વૃદ્ધિ દર્શાવે છે . આ વૃદ્ધિ ઉદ્યોગના 12.3%ની વૃદ્ધિ કરતાં વધુ છે . પાક અને સામૂહિક આરોગ્ય ને બાદ કરતાં, કંપનીની જીડીપીઆઈ વૃદ્ધિ 12.0% હતી, જે નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિકમાં 11.3%ની ઉદ્યોગની વૃદ્ધિ કરતાં વધુ છે .
· નાણાકીય વર્ષ 2024ના પહેલા નવ માસિકમાં સંયુક્ત ગુણોત્તર 103.7% હતો જે નાણાકીય વર્ષ 2023 ના પહેલા નવ માસિકમાં માટે 104.6% હતો. સીએટીની રૂ. 1.37 અબજની ખોટની અસરને બાદ કરતાં, નાણાકીય વર્ષ 2024ના નવ માસિકમાં સંયુક્ત ગુણોત્તર 102.6% હતો.
o નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિકમાં સંયુક્ત ગુણોત્તર 103.6% હતો જે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિકમાં 104.4% હતો. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિકમાં સીએટીની રૂ. 0.54 અબજની ખોટની અસરને બાદ કરતાં, સંયુક્ત ગુણોત્તર 102.3% હતો.
· નાણાકીય વર્ષ 2024ના પહેલા નવ માસિકમાં કરવેરા પહેલાંનો નફો (પીબીટી ) 20.6% વધીને ₹18.57 અબજ થયો છે, જે નાણાકીય વર્ષ 2023ના પહેલા નવ માસિકમાં રૂ. 15.40 અબજ હતો, જ્યારે નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિકમાં પીબીટી 23.3% વધીને રૂ. 5.74 અબજ થયો હતો, જે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 4.65 અબજ હતો.
· પરિણામે, નાણાકીય વર્ષ 2024ના પહેલા નવ માસિકમાં કરવેરા પછીનો નફો (પીએટી ) 8.3% વધીને રૂ. 13.99 અબજ થયો હતો જે નાણાકીય વર્ષ 2023ના પહેલા નવ માસિકમાં માં રૂ. 12.92 અબજ હતો. નાણાકીય વર્ષ નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં વેરાની જોગવાઈને ઉલટાવવાની એક વખતની અસરને બાદ કરતાં નાણાકીય વર્ષ 2024ના પહેલા નવ માસિકમાં પીએટી 20.2% વધ્યો છે.
o નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિકમાં પીએટી 22.4% વધીને રૂ. 4.31 અબજ નોંધાયો છે જે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિકમાં માં રૂ. 3.53 અબજ હતો.
· નાણાકીય વર્ષ 2023ના પહેલા નવ માસિકમાં 18.1%ની સરખામણીમાં સરેરાશ ઈક્વિટી પરનું વળતર (આરઓએઈ) નાણાકીય વર્ષ 2024 ના પહેલા નવ માસિકમાં 17.1% હતું જ્યારે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિકમાં 14.3% ની સરખામણીમાં નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિકમાં આરઓએઈ 15.3% હતું.
· 31 ડિસેમ્બર, 2023 ના રોજ સોલ્વન્સી રેશિયો 2.57x હતો જે 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ 2.59x હતો અને 1.50xની ન્યૂનતમ નિયમનકારી જરૂરિયાત કરતા વધારે હતો. 31 માર્ચ, 2023ના રોજ સોલ્વન્સી રેશિયો 2.51x હતો.