આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી
કરાંચી
ઈરાનની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને વળતો જવાબ આપ્યો છે. પાકિસ્તાની મીડિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો છે. આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. જો કે ઈરાન કે પાકિસ્તાન તરફથી આ હુમલા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
પાકિસ્તાની મીડિયા મળતા અહેવાલ અનુસાર, આ હુમલા ઈરાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનો દાવો કરે છે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ), બલૂચિસ્તાન લિબરેશન ફોર્સ (બીએલએફ) જેવા બલૂચ અલગતાવાદી જૂથો ઈરાનની અંદર સક્રિય છે, જેઓ પાકિસ્તાન વિરોધી ગતિવિધિઓ અને કાવતરાં ઘડવામાં સામેલ છે. આ ઉપરાંત દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન આવા સંગઠનોને આશ્રય આપીને મદદ કરે છે. બીજી તરફ ઈરાને આવા દાવાઓને નકારી દીધા છે.
આ અગાઉ ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને એરસ્ટ્રાઈક કરી હતી જેમાં બે બાળકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાને આ હુમલાની સખત નિંદા કરી હતી. પાપાકિસ્તાની વિદેશ કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ઈરાનનું આ કૃત્ય ‘તેના એરસ્પેસનું બિનઉશ્કેરણીજનક ઉલ્લંઘન’ છે.