31 ડિસેમ્બર 2023એ પૂરા થયેલાં ક્વાર્ટર માટેનાં કોન્સોલિડેટેડ રીઝલ્ટ

ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ EBITDA ₹ 44,678 કરોડ ($5.4 BILLION), વાર્ષિક ધોરણે 16.7% વધુ

તમામ બિઝનેસ સેગમેન્ટ્સમાં વાર્ષિક ધોરણે EBITDAમાં વૃધ્ધિ

ઓઇલ એન્ડ ગેસ બિઝનેસનો ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ EBITDA ₹5,804 કરોડ ($697 MILLION), વાર્ષિક ધોરણે 49.6% વધુ

રિલાયન્સ રીટેલનો ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ EBITDA ₹ 6,258 કરોડ, વાર્ષિક ધોરણે 31.1% વધુ

જિયો પ્લેટફોર્મ્સનો ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ EBITDA₹ 13,955 કરોડ, વાર્ષિક ધોરણે 11.5% વધુ

O2C સેગમેન્ટની EBITDA વૃધ્ધિ પ્લાન્ડ મેઇન્ટેનન્સ એન્ડ ઇન્સ્પેક્શન શટડાઉનને કારણે ધીમી રહી

પરિણામો પર ટિપ્પણી કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “વધુ એક ત્રિમાસિક ગાળામાં રિલાયન્સે સુદૃઢ પરિચાલન અને નાણાકીય કામગીરીનું પ્રદર્શન કર્યું છે, જે તેના તમામ વ્યવસાયોમાં ટીમો દ્વારા કરવામાં આવેલા અસાધારણ પ્રયત્નોને આભારી છે.

મને જણાવતાં આનંદ થાય છે કે સમગ્ર વિશ્વમાં જિયોએટ્રૂ 5G સેવાઓ સૌથી ઝડપી રીતે ભારતમાં ઉપલબ્ધ બનાવી છે. દેશના દરેક શહેર, નગર અને ગામડાં હવે હાઇ-સ્પીડ ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ છે, જે અપ્રતિમ ડિજિટલ સુલભતા અને ટેકનોલોજી-આધારીત વિકાસના નવા યુગને આવકારશે. જિયોભારતફોન અને જિયોએરફાઇબર સેવાઓનો સુદૃઢ સ્વીકાર જિયોના સબ્સ્ક્રાઇબર બેઝના સતત વિસ્તરણમાં પરિણમ્યો છે, જે ડિજિટલ સેવાઓના વ્યવસાયના ઉત્કૃષ્ટ વૃદ્ધિમાં ફાળો આપે છે.

 રિટેલ સેગમેન્ટે તેના ઝડપથી વિસ્તરતા ભૌતિક તેમજ ડિજિટલ ફૂટપ્રિન્ટ સાથે પ્રભાવશાળી નાણાકીય કામગીરી પણ આપી છે. રિલાયન્સ રિટેલ તેના પોર્ટફોલિયોમાં નવી બ્રાન્ડ અને ઓફર ઉમેરીને ગ્રાહક ખરીદીના અનુભવને સમૃદ્ધ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેની નવી વાણિજ્ય (ન્યૂ કોમર્સ) પહેલ ટેકનોલોજી દ્વારા લાખો નાના વેપારીઓની વૃદ્ધિની યાત્રાને સમર્થન આપતાં વિપુલ પ્રમાણમાં સામાજિક મૂલ્ય પેદા કરે છે.

ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટે તેનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક EBITDA નોંધાવ્યો છે. મને એ જણાવતા આનંદ થાય છે કે KG D6 હવે ભારતના ગેસ ઉત્પાદનમાં 30% યોગદાન આપી રહ્યું છે, જે હરિયાળી અને સ્વચ્છ આવતીકાલ તરફની સંક્રાંતિને વેગ આપે છે. O2C સેગમેન્ટે પરિચાલન લવચીકતા અને મજબૂત સ્થાનિક માગની મદદથી મજબૂત કામગીરીનું પ્રદર્શન કર્યું.  ટકાઉપણાની તેની પ્રતિબદ્ધતાનું પાલન કરીને, રિલાયન્સપાયરોલિસિસ ઓઇલને રાસાયણિક રીતે રીસાયકલ કરીને સર્ક્યુલર પોલિમર્સમાં તબદિલ કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે.

ન્યૂ એનર્જી ગીગા કોમ્પ્લેક્સ કેલેન્ડર વર્ષ 2024 ના બીજા ભાગમાં કાર્યરત થવા માટે સજ્જ છે. મને વિશ્વાસ છે કે રિલાયન્સનો ન્યૂ એનર્જી બિઝનેસ વધારે શુધ્ધ ઇંધણ અપનાવવા માટેની વૈશ્વિક ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.”

જિયો પ્લેટફોર્મ્સના કોન્સોલિડેટેડ રીઝલ્ટ

ક્વાર્ટર્લી આવક ₹ 32,510 CRORE, વાર્ષિક ધોરણે 11.4% વધુ

ક્વાર્ટર્લી EBITDA ₹ 13,955 CRORE, વાર્ષિક ધોરણે 11.5% વધુ

જિયોએ પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડવાનું ચાલુ રાખ્યું છે, ચોખ્ખો વધારો 10 ક્વાર્ટરની ટોચે

જિયોના ટ્રૂ5Gએ ઝડપથી વૃધ્ધિ કરીને વાયરલેસ ડેટા ટ્રાફિકનો એક ચતુર્થાંશ હિસ્સો પ્રાપ્ત કર્યો

કસ્ટમર એંગેજમેન્ટ મેટ્રીક્સ પર જિયોએરફાઇબર જિયોફાઇબર કરતાં આગળ છે, આંશિક સેવા મેળવતા ત્રીજા અને ચોથા વર્ગના નગરો અને ગામડાંના માર્કેટમાં વિપુલ માગ જોવાઇ

જિયોભારતે ₹ 1,000થી નીચેના સેગમેન્ટમાં 45% બજારહિસ્સો પ્રાપ્ત કર્યો

જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયોએ સમગ્ર વિશ્વમાં 5G ટેક્નોલોજીનો સૌથી ઝડપી સેવાનો પ્રારંભ કરવાની સિધ્ધિ મેળવી છે અને હવે તે સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે. જિયોએરફાઇબરમાં, ખાસ કરીને ઓછી સુવિધા મેળવતા ટાયર-3/4 નગરો અને ગ્રામીણ વિસ્તારોમાં, મજબૂત પ્રારંભિક માગ અને ગ્રાહક જોડાણ જોવા મળ્યું છે. નેક્સ્ટ જનરેશન નેટવર્ક, ડિજિટલ ટેક્નોલોજીસ અને તમામ ગ્રાહક સમૂહો માટે અનુરૂપ ઉત્પાદનો પૂરાં પાડવા માટે જિયોના અન્ય લોકોની સરખામણીએ ઝડપી રોકાણો આવનારા વર્ષોમાં ટકાઉ ઉદ્યોગમાં અગ્રેસર વૃદ્ધિ સુનિશ્ચિત કરશે.”

કોન્સોલિડેટેડ રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડ

વિક્રમી ક્વાર્ટર્લી આવક ₹ 83,063 કરોડ, વાર્ષિક ધોરણે 22.8% વધુ

વિક્રમી ક્વાર્ટર્લી EBITDA ₹ 6,258 કરોડ, વાર્ષિક ધોરણે 31.1% વધુ

ટોટલ ફૂટફોલ 282 મિલિયનને પાર; 252 નવા સ્ટોર્સ ખોલ્યાં

રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝેક્યુટિવ ડાયરેક્ટર ઇશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલે તહેવારોના ત્રિમાસિક ગાળા દરમિયાન મક્કમ પ્રદર્શન કર્યું છે. અમારી વ્યાપાર સફળતા ભારતના આર્થિક વિકાસના વિશાળ કાપડમાં જટીલ રીતે વણાયેલી છે અને અમે સાથે મળીને ભવિષ્ય માટે નવીનતા અને વિશ્વ સ્તરની શક્યતાઓની આકર્ષક વાર્તાને આકાર આપી રહ્યા છીએ. અમે અમારા ગ્રાહકોને આકર્ષક શોપિંગ અનુભવ સાથે શ્રેષ્ઠ મૂલ્ય પર ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતા પરત્વે કૃતસંકલ્પ છીએ.”

Total Visiters :262 Total: 1488246

By Admin

Leave a Reply